@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
બાયડના નડિયાદ રોડ પર હાઇવેની બાજુમાં એક વૃક્ષ સાથે યુવક અને યુવતીના મૃતદેહો લટકતી હાલતમાં મળી આવ્યા. રસ્તે જનાર રાહદારીએ સમગ્ર ઘટના જોઈને પોલીસને જાણ કરી બંને મૃતદેહો ઝાડ સાથે દોરડાથી લટકતા ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. સમગ્ર ઘટનાને લઈ લોકો અને વાહનચાલકોના ટોળા ઉમટી પડ્યા છે. બાયડ પોલીસ ઘટનાસ્થળે આવીને બંને મૃતદેહો ઝાડ પરથી ઉતારીને બંનેની ઓળખ થાય અને વાલી વારસો માટે તપાસ હાથ ધરી છે.