અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા ઉમિયા પરિવાર દ્વારા છેલ્લા 8 વર્ષ થી શૈક્ષણિક સત્રની શરૂઆત માં બાળકોને વિના મુલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. સાથે વિધવા બહેનોને જરૂરી કીટનું પણ વિતરણ કરવામાં આવે છે. આજ રોજ આદિકારા બિલ્ડરના શ્રી મિનેશભાઈ પટેલ અને ઉમિયા પરિવારના સભ્યો ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈ, મનીષ પટેલ, અલ્કેશ પટેલ, અશોક પટેલ, ડો. રોહિતભાઈ પટેલ, અમદાવાદ મ્યુ. કાઉન્સિલર લીગલ સેલના ચેરમેન કૌશિક પટેલ, દ્વારા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.