ગુજરાતના અનેક ભાગોમાં વિદેશી દારૂના વેપલામાં સંડોવાયેલા બુટલેગર નાગદાન ગઢવીનું અમદાવાદની સાબરમતિ જેલમાં હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું છે. થોડા સમય પહેલાં નાગદાન ગઢવીની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી. નાગદાન ગઢવી 150થી વધુ આંતરરાજ્ય ગુનાઓમાં આરોપી હતો.
નાગદાન 150 આંતરરાજ્ય ગુનાઓમાં આરોપી હતો
નાગદાન ગઢવી વડોદરા શહેર સહિત સૌરાષ્ટ્રમાં પણ વિદેશી દારુનું નેટવર્ક હરિયાણાથી ચલાવતો હતો એમ તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે હવે તેનું મોત થતાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પહેલાં પણ ગત નવેમ્બર મહિનામાં નાગદાનને હાર્ટ એટેક આવતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8