@prax patel
BRICS એટલે B થી બ્રાઝિલ, R થી રશિયા, I થી ભારત, C થી ચીન અને S થી દક્ષિણ આફ્રિકા. BRICS વિશ્વની પાંચ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનો સમૂહ છે. પહેલા આ સમૂહનું નામ BRIC હતું, ત્યારબાદ 2010માં દક્ષિણ આફ્રિકાના સમાવેશ પછી તેને BRICS કહેવામાં આવ્યું. તેની સ્થાપના વર્ષ 2006માં કરવામાં આવી હતી. જેમાં વિકાસશીલ દેશોનો સમૂહ છે. આ દેશોની અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપી ગતિએ વધી રહી છે.
બ્રિક્સમાં સમાવિષ્ટ પાંચ દેશો વિશ્વની લગભગ 40 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. પંરતુ ચીન આ ગ્રુપનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવા માંગે છે.. પરંતુ હાલમાં દક્ષિણ આફ્રિકામાં આયોજિત બ્રિક્સ સમિટ ચીન માટે ફટકા સમાન હતું. ભારત હંમેશા તેના વિસ્તરણની વાત કરતું આવ્યું છે. સભ્ય દેશો તરફથી વિનંતીઓ પણ આવી છે કે બ્રિક્સનો વિસ્તાર કરવો જોઈએ. બ્રિક્સની શરૂઆત માત્ર ચાર દેશો – બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન સાથે કરવામાં આવી હતી – પછી તેમાં દક્ષિણ આફ્રિકાનો ઉમેરો થયો.
હાલમાં વિશ્વની 40 ટકા વસ્તી બ્રિક્સ દેશોમાં રહે છે. વિશ્વના જીડીપીનો એક ચતુર્થાંશ હિસ્સો બ્રિક્સમાં છે. આ તમામ કારણોને લીધે, તે વિશ્વના દેશોને આકર્ષે છે અને હાલમાં 22 દેશોએ તેના સભ્ય બનવા માટે અરજી કરી છે. સાઉદી અરેબિયા, UAE, ઇજિપ્ત, ઇથોપિયા, આર્જેન્ટિના અને ઈરાનનો સમાવેશ કરીને છ દેશોને BRICS જૂથનું સભ્યપદ આપવા પર સહમતિ બની છે. આ તમામ દેશો એવા છે જે ગલ્ફ દેશોની આસપાસ છે અને ત્યાં વિપુલ પ્રમાણમાં તેલ છે અને આ દેશો વિશ્વનું કેન્દ્ર બની ગયા છે. ભારત માનતું હતું કે સમાન વિચાર ધરાવતા દેશોને સાથે લઈ શકાય છે. આગામી સમયમાં BRICS વિશ્વની અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરવાનું શરૂ કરશે. રશિયા અને ચીનનો ઈરાદો એવો કહેવાઈ રહ્યો હતો કે અમેરિકા અથવા પશ્ચિમને BRICS જૂથ પશ્ચિમી દુનિયાને પડકારી શકશે.
આ નવા જોડાણમાં રશિયા અને ચીનનો ઈરાદો કામે લાગ્યો હોય તેમ લાગતું નથી. જો તેઓ વિચારતા હતા કે તેઓ પશ્ચિમ વિરોધી જૂથ બનાવશે, પરંતુ એવું કઈ થયું નથી. જે છ દેશોને સભ્યપદ આપવામાં આવ્યું છે તેમની સાથે ભારતના ખૂબ સારા સંબંધો છે. પીએમ મોદીને ઘણા દેશોનું સર્વોચ્ચ સન્માન પણ મળ્યું છે. તેથી, એવું લાગતું નથી કે ચીન તેની મહત્વાકાંક્ષાઓમાં સફળ થયું છે. અત્યારે રશિયા અને યુક્રેનમાં પણ યુદ્ધ ચાલી રહ્યું છે. પશ્ચિમી દેશો પણ રશિયાના વિરોધમાં હોવાથી રશિયા પણ ક્યાંક ને ક્યાંક ચીનની સાથે હતું. યુદ્ધને કારણે તે આ જૂથનો ઉપયોગ પશ્ચિમી દેશો સામે પણ કરવા માંગતો હતો.
દુનિયાનો કોઈ પણ દેશ હોય, તે પોતાનું ભલું ઈચ્છે છે. તેથી આ છ દેશો ભારત સાથે જશે કે ચીન સાથે, આ પ્રશ્નને પણ આ સંદર્ભમાં જોવો જોઈએ. તેમના માટે તેમનું રાષ્ટ્રીય હિત સર્વોપરી છે. ચીન જે રીતે નાના દેશોને દેવાની જાળમાં ફસાવીને ગુલામ બનાવવા માંગે છે તેનો પણ પર્દાફાશ થયો છે. ભારત થોડા વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બની શકે છે, તેથી તે દેશો આને પણ અવગણીને જીવી શકે નહીં.
આવી સંસ્થાઓમાં અનેક પ્રકારની ઔપચારિકતાઓ હોય છે. ભૌગોલિક રીતે બ્રિક્સ એક વિશાળ સંસ્થા છે. પહેલાં, તમારે જોવું જોઈએ કે જે લોકો આવા જૂથો બનાવતા હતા તેઓ ફક્ત તેમની આસપાસના દેશોને જોડતા હતા, પરંતુ હવે બદલાતી દુનિયામાં, બદલાતી રાજકીય પરિસ્થિતિમાં, બધા દેશો એક સાથે જોડાવા માંગે છે. તેમાં થોડી ઔપચારિકતા છે.
એવી શક્યતા છે કે કેટલાક વધુ દેશોને પણ સભ્યપદ આપવામાં આવે. ભારત ઈચ્છે છે કે બ્રિક્સના વિસ્તરણમાં ભારતના વ્યૂહાત્મક ભાગીદારોને પણ સ્થાન મળવું જોઈએ. તેથી, આગામી સમયમાં ભારત સભ્યપદ માટે ઇન્ડોનેશિયા, વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશોની ભલામણ કરી શકે છે અને તેમને પણ લાવી શકે છે. તેથી, જો ચીન એવું વિચારી રહ્યું છે કે તે બ્રિક્સ પ્લેટફોર્મનો તેની ઈચ્છા મુજબ ઉપયોગ કરી શકશે, તો તે કદાચ ભૂલભરેલું છે.