@PRAX PRAJAY
ઈતિહાસ હંમેશા તેનું પૂરાવર્તન કરે છે. આ કહેવત તો આપણે બધાએ સાંભળી જ હશે. પરંતુ હિન્દી સિનેમામાં ઇતિહાસનું પૂરાવર્તન પણ જોયું છે. હિન્દી સિનેમામાં સંજય લીલા ભણસાલી હંમેશા ઐતિહાસિક ફિલ્મો બનાવી ઇતિહાસને જીવંત કરતા આવ્યા છે. હા તેમાં ફિલ્મની સફળતા અને અને સોનેરી પડદાને લઇ જરૂરી ફેરફાર પણ કરતા રહ્યા છે.
હાલમાં જ સાઉથ ઇન્ડસ્ટ્રીના દિગ્ગ્જ મણિરત્નમે પણ પોન્નિયન સેલ્વન-2 દ્વારા ઈતિહાસને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ઐતિહાસિક ફિલ્મો બનાવી એટલી સરળ નથી. ભૂતકાળને પડદા પર જીવંત કરવાનું કામ બહુ મહેનત માંગી લે છે. અને તેમાં ભૂલો થવાની અનેક શક્યતાઓ રહેલી છે. જે દર્શકોએ સ્વીકારવું જ રહ્યું.
ફિલ્મોનો મુખ્ય ઉદેશ્ય બોક્સઓફિસ કલેક્શન જ હોય છે. અને એલે જ નિર્માતા તેને અનુરૂપ ઘણીવાર ફેરફાર કરતા જ હોય છે. છતાં પણ સંજય લીલા ભણસાલી અને મણિરત્નમે આ સાહસ ખેડ્યું છે. મણિરત્નમનો પ્રયાસ પ્રશંસનીય છે. એક રીતે, તેમણે ઓછા જાણીતા “મહાન” ચૌલ સામ્રાજ્યને આજની જાણતા સમક્ષ મુકવાનો પાયસ કર્યો છે. તેમના વૈભવ અને સુરવીરતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.
જો કે એ મણિરત્નમની ફિલ્મ કોઈ દસ્તાવેજી ફિલ્મ નથી, કે તે તેના તથ્યોને સંપૂર્ણ ઐતિહાસિક તથ્યો હોવાનો દાવો કરતી નથી, સામાન્ય દર્શકો ઘણીવાર ઈતિહાસથી પ્રેરિત ફિલ્મોને ઈતિહાસ તરીકે લે છે. આ અર્થમાં તે દર્શકો અને કોમર્શિયલ સિનેમા વચ્ચેનું મોટું અંતર છે.
ચોલ સામ્રાજ્ય એશિયામાં સૌથી લાંબા સમય સુધી શાસન કરતા સામ્રાજ્યોમાંના એક તરીકે નોંધાયેલું છે. એવું માનવામાં આવે છે કે તે સમ્રાટ અશોકના સમયથી 13મી સદી સુધી અસ્તિત્વમાં હતું. તે એશિયામાં એક મોટી વ્યૂહાત્મક, આર્થિક અને સાંસ્કૃતિક શક્તિ તરીકે સ્થાપિત થઈ હતી. તે ખાસ કરીને તેના નૌકાદળ માટે પ્રખ્યાત હતું. મણિરત્નમ ચોલ સામ્રાજ્ય દ્વારા દક્ષિણના મહાન વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક ગૌરવને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને આજના સમયમાં જ્યારે ઈતિહાસ પર પુનર્વિચાર અને પુન: અર્થઘટન થઈ રહ્યું છે, આવી સ્થિતિમાં તેમણે સિનેમાની મદદથી દક્ષિણના ઈતિહાસને પણ સામે રાખ્યો છે. ભારતીય ઈતિહાસશાસ્ત્ર લાંબા સમયથી દક્ષિણના ઈતિહાસની અવગણનાની ફરિયાદ કરે છે.
ભારતમાં ઇતિહાસનું સ્વરૂપ સામ્રાજ્ય કેન્દ્રિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શક્તિ સાથે બધું બદલાય છે. સામાન્ય લોકોની ભૂમિકા નહિવત છે. તેમના સંઘર્ષનું મહત્વ નથી.પરંતુ સત્તા ક્યારેય એકલી નથી હોતી તેની સાથે પ્રજા અને સામાન્ય માણસો સંકળાયેલ આજ હોય છે.
જો આપણે ભારતની તમામ ભાષાઓમાં સિનેમાના ઐતિહાસિક પાત્ર પર નજર કરીએ, તેનો મુખ્ય વિષય મોટા અને ભવ્ય સામ્રાજ્યો રહ્યો છે. રાજાઓ અને ઉમરાવોની પ્રેમકથાઓ રહી છે. સામાન્ય લોકોના પ્રેમ અને બલિદાનને ઐતિહાસિક તથ્યો તરીકે ભાગ્યે જ દર્શાવવામાં આવ્યા હતા. મુગલ-એ-આઝમ, પદ્માવતીથી લઈને પોન્નિયન સેલવાન સુધીની ફિલ્મોમાં જોઈ શક્ય છે.
અહીં ધાર્મિક વિધિના નામ પર યુવતીઓ અને મહિલાઓ સાથે થાય છે બળજબરી સેક્સ, જાણો કોણ છે હાયના