Accident:ગુજરાતના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો છે. અહીં ટ્રેલર સાથે અથડાતા કારમાં સવાર 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી.
ઘટના નડિયાદ નજીક બની હતી
આ ઘટના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને હાઈવે જામ થઈ ગયો હતો. કાર ટ્રેલરના પાછળના ભાગે ઘુસી ગઈ હતી અને વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી.અકસ્માત થતાં જ 108ની બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
આ અક્સ્માત થતાં જ 108ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, સાથે જ એક્સપ્રેસ હાઈ-વેની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.