વન વિભાગ દ્વારા રાજ્યભરમાં દીપડાની ગણતરી કરવામાં આવનાર છે, આ ગણતરી આજથી એટલેકે તા. 5 થી 8 મેં સુધી દીપડા અને અન્ય વન્યપ્રાણીઓ તેમજ તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરી શરૂ થઇ છે. જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળ દ્વારા દીપડા અને અન્ય પ્રાણીઓની ગણતરી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
તા. 5 થી 8 મેં સુધી દીપડા અને અન્ય વન્યપ્રાણીઓ તેમજ તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરી શરૂ થઇ રહી છે. જેમાં દિપડો, રીંછ, લોકડી,ઝરક જંગલી બિલાડી ,જંગલી ભૂંડ ,ચીકારા સાહિત અન્ય પ્રાણી માં ઝરક, લોકડી, નાર, (વરુ) જગલી બિલાડી, ઘોર ખડયું, હેડોતરાં ગણતરી કરવામાં આવશે. આગામી 8મે ના રોજ ચિત્તલ સાબર સહિતના તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરી શરૂ યોજાશે આ અંગે માહિતી આપતા વન વિભાગના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુ એ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. 5 અને 6 તારીખે પ્રાથમિક અને 7મેં ના દિવસે ડાયરેકટ સેમ્પલ કાઉન્ટ (સીધી ગણતરી) લાઈન ટ્રાન્ઝેકટ, વાહન દ્વારા અથવા ચાલીને,સીધી કુલ ગણતરી (ડાયરેકટ ટોટલ કાઉન્ટર બ્લોક કાઉન્ટ કરીને અને અનુભવી ગામ લોકો દ્વારા મળેલ માહિતી દ્વારા ટ્રેનિંગ લીધેલ વન રક્ષક, વન પાલ અને આર એફ ઓ દ્વારા તળાવ, પાણીના પોઇન્ટ, સીમ વિસ્તાર,અને જંગલ વિસ્તારમાં પ્રાથમિક કરવામાં આવશે. તેમજ સેટેલાઇટ GPS જેવી આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ કરવામાં આવશે….
પ્રાણી ગણતરી માટે 1 મે થી 4 મે સુધી ગણતરી વિસ્તારમાં પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહ્યા છે જેથી કોઈ પ્રાણી પાણી પીવા આવે તો ખબર પડે. પાણીના પોઇન્ટ સામે ટ્રેપ કેમેરા લગાવવા માં આવ્યા છે જેથી કોઈ પ્રાણી પાણી પીવા આવે તો ખબર પડે. આમ 4 દિવસ ની ગણતરી માં કેમેરા અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ મૂકી પણ ગણતરી કરવામાં આવશે. સાથે બાયનો ક્લિયર નો ઉપયોગ કરી ગણતરી કરવામાં આવશે…