ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાતના માઈમંદિરોમાં કરવામાં આવ્યું છે ખાસ પ્રકારનું આયોજન. આજથી નવ દિવસ સુધી ગુજરાતના માઈમંદિરોમાં રહેશે ભાવિક ભક્તોની ભીડ. અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા સહિતના માઈમંદિરોમાં ઉમટી પડશે ભક્તોનું ઘોડાપુર. ખાસ કરીને હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. તેથી ચૈત્ર નવરાત્રિ 9 મી એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, જે 18 મી એપ્રિલે સમાપ્ત થશે.
ચૈત્ર નવરાત્રિ નિમિત્તે સમગ્ર ગુજરાતના માઈ મંદિરોમાં વિશિષ્ટ આયોજનઃ
આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્ર નવરાત્રિએ એટલે શક્તિની આરાધનાનો પર્વ. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે સમગ્ર ગુજરાતના માઈ મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 16 એપ્રિલના રોજ ગુજરાતના મોટાભાગના માઈમંદિરોમાં હવન કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાતના શક્તિપીઠ અંબાજી, પાવગઢ, ચોટીલા સહિતના માઈમંદિરોમાં ચૈત્ર નવરાત્રિ નિમિત્તે રોજ ત્રણ ટાઈમ વિશેષ પુજા આરતી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ભાવિભક્તોની ભીડ પણ ઉમટતી હોવાથી ખાસ વ્યવસ્થા પણ કરાઈ છે. 16 એપ્રિલના રોજ ગુજરાતના માઈમંદિરોમાં દુર્ગાષ્ઠમી નિમિત્તે હવન અને વિશેષ પુજા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરોમાં શતચંડી યજ્ઞ, નવચંડી હોમ સહિતના આયોજનઃ
શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના માઈ મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે. ખાસ કરીને ચૈત્રી નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં અષ્ટમીના નવચંડી હોમ કરાશે. પાવાગઢમાં પ્રથમ દિવસ, છઠ-આઠમ-તેરસ-પૂનમે મંદિરના દ્વાર સવારે ૪ કલાકે ખૂલશે-રાત્રે ૮ના બંધ થશે. ચોટીલામાં નવ દિવસ સુધી મહાયજ્ઞ કરાશે જ્યારે બહુચરાજીમાં મંગળવારે સવારે ૭ઃ૩૦ કલાકે ઘટસ્થાપન કરાશે અને મંદિર સવારે ૫ થી રાત્રિના ૯ સુધી ખૂલ્લું રહેશે.
ઘટસ્થાપનાનું શુભ મુહૂર્તઃ
ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત બપોરે 12:20 થી 12.55 સુધી ઘટસ્થાપન કરવાનું શુભ મુહૂર્ત સવારે શુભ ચોઘડિયામાં 8.12થી 9.44 વાગ્યા સુધી છે. આથી પૂર્વ દિશામાં માતાજીની તસવીર સફેદ કે લાલ કલરના સ્થાપન પર મૂકીને ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન કે આંબાના પાન, સવા રૂપિયો મૂકીને સ્થાપન કરવું જોઈએ. કુળદેવી, ગાયત્રી, મહાકાળીની ઉપાસના કરવા માટે અને સાધના સિદ્ધ કરવા માટે આ નવરાત્રિનું ખાસ મહત્ત્વ છે.
ઠંડી અને ગરમીનો સંધિકાળઃ
ચૈત્ર નવરાત્રિમાં ગરમીનો પ્રભાવ સંપૂર્ણ રીતે શરૂ થઇ જાય છે. તેને ઠંડી અને ગરમીનો સંધિકાળ કહેવામાં આવે છે. આ સમયે મોસમી બિમારીઓ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. જેના કારણે નવરાત્રિમાં વ્રત રાખવાની પરંપરા છે, જેથી ખાનપાનમાં કોઇપણ પ્રકારની બેદરકારી થાય નહીં. આ દિવસોમાં ફળાહાર કરવાનું મહત્ત્વ છે. ફળના રસનું સેવન કરવામાં આવે છે. જે આપણાં શરીર માટે લાભદાયી રહે છે. ચૈત્ર નવરાત્રિને સ્વાસ્થ્ય નવરાત્રિના નામથી પણ ઓળખવામાં આવે છે. થોડાં લોકો આ દિવસોમાં લીમડાના પાનનું સેવન પણ કરે છે.
શું છે આજના દિવસનું પૌરાણિક મહાત્મય?
બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમના પાવન દિને બ્રહ્માજીએ સૃષ્ટિ રચનાનો પ્રારંભ કર્યો હતો. આ બાબતનો ઉલ્લેખ અથર્વવેદ, શતપથ બ્રાહ્મણના ગ્રંથોમાં પણ જોવા મળે છે. એક પૈરાણિક માન્યતા અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન રામનું રાજ્યારોહણ થયું હતું. અને આજના જ દિવસે યુધિષ્ઠિરનું રાજ્યારોહણ પણ કરવામાં આવ્યું હતું.
આજે ગુડી પડવોઃ
આજે મરાઠી સમાજનું પણ નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. આજે છે ગુડી પડવો. ગુડી પડવો પર્વ નવ સંવત્સરીનું પર્વ ગણાય છે. ચૈત્ર સુદ એકમ ગુડી પડવા તરીકે ઉજવાય છે. આ પર્વ ખાસ કરીને મહારાષ્ટ્રમાં વિશિષ્ટ પણે ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરે-ધરે બારણામાં કે ઘરની બહાર ગુડી (ધજાની લાકડી) રોપીને ઉભી કરાય છે. તેને સાડી પહેરાવાય છે. અને ફુલોના હાર-સાકરના હારથી શણગારાય છે. ઉપરના ભાગમાં ઉંધો કળશ કે ચાંદીનો લોટો સ્થાપવામાં આવે છે. આ પછી ગુડીની પોષશોપચારથી પૂજા કરવામાં આવે છે.
આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ,મંદિરોમાં વિશેષ પુજા-આરતીનું આયોજન
‘આજે પણ દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય છે’, અર્ધ નગ્ન મહિલાની પરેડની ઘટના પર HCની કડક ટિપ્પણી
To Join our whatsapp group pl click below link
https://chat.whatsapp.com/Kfi1IUcU30h55YYfM90XxJ