@partho pandya ; patan
હાલમાં સમગ્ર ગુજરાતમાં ભારે ગરમી પડી રહીછે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. પ્રથમ મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવો માહોલ હતો. ભારે ધૂળની ડમરી વચ્ચે રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
હાઇવે પર ભારે ધૂળની ડમરીથી વાહન ચાલકો પરેશાન થઇ ગયા હતા. છેલ્લા 10 દિવસ થી 43 થી 45 ડિગ્રી તાપમાન નો અહેસાસ થતો હતો. જો કે વાવાઝોડા બાદ કયાંક છુટાછવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. તો અનેક ઠેકાણે કર પણ જોવા મળ્યા હતા.
બપોરે સખત ગરમી બાદ આંશિક ઠંડક નો અહેસાસ થયો હતો. એક બાજુ કરા પડતા હતા તો ઘર ના છાપરા વૃક્ષો ને મોટા પ્રમાણ માં નુકશાન