- કલેકટર સ્તુતિ ચારણે લહેરાવ્યો તિરંગો
- ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ પરેડ આકર્ષણનુ કેન્દ્ર રહ્યા.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની ડી.બી પારેખ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા તિરંગાને લહેરાવીને જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.
જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ પર પ્રજાજોગ સંબોધન કરતા કલેકટર સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે, રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છોટાઉદેપુરને અલગ જિલ્લો બનાવી આ વિસ્તારનો વિકાસ વેગવંતો બને એ માટેની નીંવ રાખી હતી. રાજય સરકાર છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે સતત પ્રયાસરત રહી છે.પ્રજાજોગ સંદેશમાં તેઓએ જણાવ્યું હતું કે “સ્વચ્છતા હી સેવા” અને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” જેવા દેશવ્યાપી અભિયાનને છોટાઉદેપુર જિલ્લામાં સારો પ્રતિસાદ મળ્યો છે તેઓએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલા વિકાસકાર્યો અને માળખાકીય સુવિધાઓની વિગતવાર માહિતી આપી હતી.
સરકાર દ્વારા જિલ્લાના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી વણથંભી વિકાસયાત્રામાં જાહેર જનતાને સહ-ભાગિતા નોંધાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો,પોલીસ પરેડ,વિવિધ વિભાગોના ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા જળ સંચાલન સમિતિ અને વાસ્મો આધારિત ટેબ્લો ને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો.
વિવિધ ક્ષત્રે વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર સિદ્ધિવંતોનું કલેકટરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આગવો સંદેશ આપ્યો હતો
સુલેમાન ખત્રી, છોટાઉદેપુર
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમા તોડી પાડવાના મામલામાં 19ની ધરપકડ, વિસ્તારમાં પોલીસ દળ તૈનાત
થરાદ-ડીસા હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે ભયંકર અકસ્માત, ટ્રકચાલકનું ઘટનાસ્થળે મોત, 10 જેટલા ઈજાગ્રસ્ત
20 વર્ષના યુવકે ઘરના ટોયલેટમાં જ ખાધો ગળે ફાંસો, નાના દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરક