બોડેલીમાં સવા ત્રણ સંખેડામા સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખબક્યો….
……………………
હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ સાથે છોટાઉદેપુર જિલ્લામા પણ વાતાવરણમા પલટો આવતાના છેલ્લા 24 કલાક થી ભર શિયાળે ચોમાસા બેસી ગયા નો મહોલ કાળા ડિબાંગ વાદળો અને વીજળી કડાકા ભડાકા વચ્ચે પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો બોડેલીમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ સંખેડામાં ત્રણ ઇંચ જેટલો પાવી જેતપુરમાં અઢી ઇંચ છોટાઉદેપુરમાં તો સવા બે ઇંચ થી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું
લગ્નસરાની સીઝન ચાલતી હોય અનેક જગ્યા ઉપર લગ્ન પ્રસંગો લઈ બેઠેલા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા લગ્ન મંડપમાં પાણી ભરાઈ ગયેલ હોય આવેલા મહેમાનોને ક્યા બેસાડવા તે માટે ચિંતામાં મુકાયા હતા કમોસમી વરસાદને કારણે કપાસ, સોયાબીન, ડાંગર શાકભાજી સહિત અન્ય પાકમા મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે..
છોટાઉદેપુર છેલ્લા 24 કલ્લાક દરમિયાન 56 MM જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં..
પાવીજેતપુર 63 mm
છોટાઉદેપુર 58 mm
કવાટ 37 mm
નસવાડી 28 mm
સંખેડા 70 mm
બોડેલી મા….79 MM
Total..55.83..mm
વરસાદ નોંધાયો છે.
જીલ્લામા સૌથી વધુ 79 MM એટલે સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ બોડેલીમા ખાબકયો હતો.
વાદળછાયા વાતાવરણથી ઠંડક પ્રસરી હતી. બીજી તરફ વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને ધોળા દિવસે લાઈટ ચાલુ કરી વાહન ચલાવવાની ફરજ પડી હતી. કપાસ સહિત તુવેરમાં રોગ લાગવાની ખેડુતો ભીતીમાં સેવાઈ રહી છે વાતાવરણના ફેરફારના કારણે ઉભા પાક મા રોગ લાગે તેવી શક્યતાઓ સાથે જ્યારે રવિ પાકોમાં મકાઈ અને ચણા માટે કોઈ નુકસાન નથી. જો કે એક સ્ટેજ મળી ગયો હોવાનું જીલ્લા ખેતીવાડી અધિકારીઓ તરફથી જાણવા મળ્યું છે
અચાનક આવેલા કમોસમી વરસાદના કારણે ઉભા પાકોમાં રોગ લાગી જતાં ઊત્પાદનમા નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જેને લઇ જગતનો તાત ચિંતામાં મુકાયો છે
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર