◆ પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલ સિટી સિવિક સેન્ટર- સુવિધાઓનું ‘વન સ્ટોપ સેન્ટર’- ૧૦મી જૂનના રોજ ખુલ્લુ મુકાશે…
◆ ગોધરા અને કાલોલની અંદાજે ૧.૧૦ લાખથી વધુ લોકોને આ સેન્ટરનો મળશે સીધો લાભ….
@MOHSIN DAL, GODHARA
પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલ ખાતે આવતીકાલે ૧૦ જૂનના રોજ સિટી સિવિક સેન્ટર ખુલ્લુ મુકવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કરનાર છે. તેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ધોળકા આ સિવાય બરવાળા, સુરેન્દ્રનગર, ડાકોર, ગાંધીધામ, દ્વારકા, ભચાઉ, કલોલ, મહેસાણા, પાલનપુર, ડીસા, ડભોઈ, કરજણ, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, વેરાવળ તથા અમરેલીનો સમાવેશ થાય છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલ ખાતે શરુ થનાર નાગરિક સુવિધા કેન્દ્રથી બંને શહેરોની અંદાજે ૧ લાખ ૧૦ હજારથી વધુ લોકોને સીધો લાભ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારોમાં, શહેરની વસ્તીની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે. ગુજરાતમાં ૦૮ મહાનગર પાલિકાઓ અને ૧૫૭ નગર પાલિકાઓ છે. મહાનગર પાલિકાઓમાં શહેરીજનોની સુવિધા માટે સીટી સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ નગર પાલિકાઓમાં પણ આવી સુવિધાઓની તાતી જરૂરિયાત છે. શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધા માટે તથા શહેરોની ઉભી થયેલી માંગને પહોંચી વળવા માટે નગર પાલિકા વિસ્તારોમાં ‘સિટી સિવિક સેન્ટર’ની સ્થાપના કરવી જરૂરી છે. તમામ મ્યુનિસિપલ સેવાઓ એક જ જગ્યાએથી નાગરિકો માટે ઉપલબ્ધ થાય તેવા આશય થી સિટી સિવિક સેન્ટર એ સમયની માંગ છે. મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ફી જેવી નગર પાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ વિવિધ સિટી સિવિક સેન્ટરમાં ઓનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ, તે નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરશે. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ન્યૂનતમ સમય જાય તે સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.
આગામી વર્ષ ૨૦૨૩- ૨૪માં વધુ ૬૬ નગર પાલિકાઓમાં રૂ. ૩૩.૦૦ કરોડના ખર્ચે સીટી સિવિક બનાવવામાં આવનાર છે.
રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ(Shaktisinh Gohil) બન્યા ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ
cyclone :વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચશો?