માતાએ ભણવા બાબતે ઠપકો આપતા બે બાળકો ઘર છોડીને ટ્રેનમાં બેસી ગયા હતા. વડોદરા રેલવે પોલીસને બંને બાળકોને તેમના પરિવારજનોને સુપરત કર્યા હતા. રેલવે સ્ટેશન પરથી બે છોકરાઓ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ તેઓને સમજાવી રેલવે પોલીસ સ્ટેશન લઈ આવી હતી.
રેલવે પોલીસની સી ટીમના સ્ટાફે બંને છોકરાઓને શાંતિપૂર્વ સમજાવીને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે મમ્મીએ અમને ભણવા માટે ઠપકો આપતા અમને ખોટું લાગી ગયું હતું અને અમે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા છીએ. અમે ભવાની મંડી રેલવે સ્ટેશનથી ટિકિટ લઈને મુંબઈ જતા હતા.
પોલીસે તેઓને પૂછપરછ કરતા તેઓ રાજસ્થાનના ઝાલાવાડ વિસ્તારમાં રહેતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી બંને છોકરાઓની વિગતો ફોટા સાથે મોકલી આપી હતી.
ત્યારે જાણ થઈ હતી કે, છોકરાઓના અપહરણની ફરિયાદ ઝાલાવાડ જિલ્લાના પીડાવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જેથી રાજસ્થાન પોલીસની ટીમ વડોદરા આવી બંને બાળકોનો કબજો લઈ પરત જતી રહી હતી.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8