મુકત પણે અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થઈ શકે તે માટે છોટાઉદેપુર પોલીસ દ્વારા સંવેદનશીલ બુથ ની વિઝિટ તથા ફ્લેગ માર્ચ કરવામા આવ્યુ
આગામી લોકસભા સામાન્ય ચુંટણી અનુસંધાને છોટાઉદેપુર ટાઉન વિસ્તારમા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ સાહેબ તથા તાબા ના અધિકારીઓ અને પોલીસ તથા સીઆરપીએફના જવાનો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમા એ.એસ.પી ગૌરવ અગ્રવાલ નાઓ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જબુગામ અને કોસિન્દ્રા ડી.વાય.એસ.પી કે.એચ સૂર્યવંશી રંગપુર પોસ્ટે વિસ્તારમા ડી.વાય.એસ.પી ડી.કે રાઠોડ નાઓ કવાંટ તથા કરાલી પોલીસ સ્ટેશન એમ જિલ્લા ના અલગ અલગ ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ..કરી ક્રિટીકલ બુથની વિઝિટ કરી તા.૭/૫/૨૦૨૪ ના રોજ યોજાનાર ચૂંટણીમાં માં મતદારો ને મુકત પણે અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થઈ શકે તે વાતાવરણ પ્રસ્થાપિત કરવામા આવ્યું તેમજ લોકસભા સામાન્ય ચુંટણી અનુસંધાને છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં મહે. પોલીસ અધિક્ષક આઈ. જી. શેખ તથા એલ . સી.બી.પી.આઈ.વી.એસ.ગાવીત તથા એસ.ઓ.જી. પી.એસ.આઇ. વી.એન.તડવી તથા ગોવા પોલીસ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ના અધિકારી તથા કર્મ. ઓ સાથે ટાઉન વિસ્તારમા સંવેદનશીલ બુથ ની વિઝિટ કરવામાં આવી તથા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર