કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી પહેલા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો 2019 (CAA) લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CAA સંબંધિત નોટિફિકેશન આજે મોડી રાત સુધી એટલે કે સોમવાર (11 માર્ચ) સુધી જારી કરવામાં આવી શકે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આજે રાત્રે 8 વાગ્યે CAA સંબંધિત નોટિફિકેશન બહાર પાડી શકે છે. સમાચાર છે કે પીએમ નરેન્દ્ર મોદી પોતે આની જાહેરાત કરશે. CAA પહેલા જ લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ચૂક્યું છે.મોદી સરકારનો આ નિર્ણય એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે હવે થોડા દિવસોમાં ચૂંટણી પંચ દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે.