@સોહીલ ધાડા, ઝાલોદ
ઝાલોદ ખાતે ગતરોજ રાત્રિ દરમિયાન આશરે 7 વાગ્યાના સુમારે મોનાડુંગર થી ઝાલોદ આવતી વેળા અનવરપુરા ખાતે બે બાઈક સવારો ઇસમો વચ્ચે ફકત મોટરસાયકલ ઓવરટેક કરવા બાબતે મામુલી ઝઘડાએ ઉગ્રરુપધારણ કરી લીધુ હોવાથી સમગ્ર બાબતે પોલીસે તાત્કાલિક એક્શન લીધી હતી રથયાત્રાના પવિત્ર તહેવાર હોવાને કારણે અફવાઓ ધ્યાને રાખીને ઝાલોદ વિસ્તારમા શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે પોલીસે સમયસૂચક સાથે રાતોરાત કામગીરી હાથ ધરી હતી,
આમ,આખો દિવસમા પોલીસ બંદોબસ્તમા હોવા છતા થાકયા વગર ખોટી અફવાઓના આધારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ માહોલ ખરાબ ન થાય તે માટે મોડી સાંજ સુધી પગપાળા ફૂટ પેટ્રોલીંગ અને વિવિધ વિસ્તારોમા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો.
આમ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામા આવી હતી. આમ, તમામ આરોપીને રાત્રી દરમિયાન અટકાયત કરી વધુ પુછપરછના આધારે પોતાનો અંગત ઝઘડો હોવાનુ બહાર આવ્યુ હતુ . સમગ્ર બનાવ મોનાડુંગર થી પરત ફરતી વેળા અનવરપુરા ખાતે મોટરસાયકલ ઓવરટેક કેમ કરી તે બાબતે સામાન્ય ઝઘડાએ ઉગ્રરુપધારણ કર્યુ હતુ. અને એક ઈસમે અન્ય બાઇક સવાર ઇસમને હાથના ભાગે hexo બ્લેડ વડે ઇજા પહોંચાડતા ઝઘડાએ ઉગ્રરુપ ધારણ કર્યુ હતુ
આમ, ઝાલોદના તમામ લોકો વેપાર ધંધાર્થી હોવાથી અને તમામ ધર્મના લોકો વર્ષોથી શાંતિપૂર્ણ રીતે એકતાથી તમામ તહેવારો ઉજવતા આવતા હોવાથી ખોટી અફવાના આધારે અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર,
Dysp દ્વારા વધુમા જણાવ્યુ હતુ કે આ તમામ બનાવને રથયાત્રાના તહેવારથી કોઈ લેવા દેવા કોઈ સુસંગત નથી, આ બે વ્યક્તિઓ વચ્ચેનો પોતાનો પર્સનલ ઝગડો બાઇક ઓવરટેક બાબતે બોલચાલનો છે ઓવરટેક બાબતે એક ઇસમે અન્ય ઈસમને ચાની લારી પાસે બોલચાલ કર્યા પછી આક્રોશમા આવીને એક ઇસમને હાથના ભાગે hexo બ્લડ વડે હાથના ભાગે ઇજા પહોચાડી ગડદાપાટુ માર માર્યો બનાવ હોવાથી વિગત હોવાથી હાલ ગામમા શાંતિપૂર્ણ માહોલ જોવા મળી આવે છે .
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક પોલીસે રાત્રિ દરમિયાન વિવિધ વિસ્તારોમા પેટ્રોલીંગ હાથ ધરી શાંતિ જળવાઈ રહે તે માટે કામગીરી હાથધરી હતી તમામ આરોપીને રાત્રિ દરમિયાન ધરપકડ કરી અટકાયત કરવામા આવી હતી અને વધુ પુછપરછ હાથ ધરવામા આવી છે.
Economy of Faith/ આસ્થાનું અર્થતંત્ર: ભારતીય અર્થતંત્રમાં મંદિરોની ભૂમિકા