સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસ.ટી ડેપો ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનને સતત બે મહિના સુધી આ ઝુબેશ હાથ ધરવામાં આવી છે જે એક કાયમી સુટેવ સાબિત થશે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસટી ડેપો માં તારીખ 15, ઓક્ટોબરના રોજ સવારે બ્રહ્માકુમારી ના બહેનો તેમજ અલીપુરાના સામાજિક કાર્યકર વિઠ્ઠલભાઈ રાઠવા, બોડેલી એસટી ડેપોના મેનેજર વસાવા, બસ ડેપોના સફાઈ કર્મચારીઓ, બોડેલી એસટી ડેપોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બોડેલી એસ.ટી ડેપોમાં સ્વચ્છ હી સેવા અભિયાન હેઠળ સમગ્ર બોડેલી ડેપોમાં સફાઈ કરવામાં આવી હતી તેમજ એસટી બસોને ધોઈને સફાઈ કરી રૂટમાં મોકલવામાં આવી હતી. ડેપોમાં ઉપસ્થિત રહેલા બાળકો તેમજ મુસાફરો ને સંકલ્પ લેવડાવ્યા હતા સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલભાઈ બોડેલી અલગ અલગ ગામથી આવેલ વિદ્યાર્થીઓ બહેનો ભાઈઓ તેમજ તમામ મુસાફરોને વિઠ્ઠલભાઈએ શપથ લેવડાવ્યા હતા કે સ્વચ્છ ભારત અતગંત સદાયને માટે સ્વસ્છ રાખીએ અને ગંદકીના ફેલાવીએ એવો મુસાફરો તેમજ બોડેલી એસટી ડેપો નો સ્ટાફ સાથે રહીને સંકલ્પ લીધો હતો.
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર