The Emblem Act of India: ભારતીય બંધારણમાં કયા ચિન્હ અને કેવા પ્રકારના નામનો કયા ઉપયોગ કરી શકાય તે અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી છે. Emblem Act કે જેને “The Emblem Act of India, કહેવામાં આવે છે, તેમાં ખૂબ જ સ્પષ્ટ છે કે તમે કયા નામનો ઉપયોગ કરી શકો છો અને કયા નહીં? કયા ચિહ્નોનો ઉપયોગ કરી શકાય અને કયો ઉપયોગ ન કરી શકાય અને “તમે જે નામનો ઉપયોગ કરી શકતા નથી તેમાંથી એક ‘ભારત’ છે.” આ કાયદો /અધિનિયમ 2005″ છે, જે 1950 થી અમલમાં હતો, પરંતુ 2005 માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો.
જો કોઈ રાજકીય પક્ષ અથવા જોડાણ આ નામનો ઉપયોગ કરે તો તે ચિંતાનો વિષય છે. Emblem Actની વ્યાખ્યામાં, સ્પષ્ટપણે લખેલું છે કે કોઈપણ પક્ષ એવું નામ રાખી શકશે નહીં જે “રાજ્ય દ્વારા અધિકૃત કોઈપણ ચિહ્નને વ્યાપકપણે આવરી લે છે.” હવે ધારો કે, જેમ જેમ કોઈ સંગઠન કે ગઠબંધન આવું નામ રાખે છે, તો એવું માની શકાય કે તે ખુદ ભારત સરકાર છે, જ્યારે આવો ખ્યાલ આવશે, ત્યારે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવી કદાચ મુશ્કેલ બનશે. તેથી જ આને અટકાવવાની ભારતના ચૂંટણી પંચની ફરજ છે.
હા, ભારત નામની આગળ અથવા પાછળ કંઈક બીજું ઉમેરીને નામ બનાવી શકો છો. કોંગ્રેસના સંપૂર્ણ નામની જેમ, “ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ” અથવા ભાજપનું નામ ‘ભારતીય જનતા પાર્ટી’ ની માફક તમે નામનો ઉપયોગ કરી શકો છો. આ બંને નામમાં ‘ભારત’ શબ્દ પ્રયોગ છે. પરંતુ સાથે અન્ય શબ્દો પણ છે. પરંતુ જો સીધું ‘INDIA’ નામ રાખવામાં આવે તો તે ખોટું છે.
હવે ફરી એવું કહેવું કે યુપીએનું નામ બદલીને ભારત રાખવામાં આવ્યું છે, તેને જસ્ટ ટર્નિંગ ધ પોઈન્ટ કહેવાશે. આ બંધારણીય રીતે ખોટું છે અને ચૂંટણી પંચ કે અદાલતે સુઓ મોટુ સંજ્ઞાન લઈને તેને અટકાવવું જોઈએ.આ રીતે આવતીકાલે કોઈ પક્ષનું નામ “ભારત” રાખી શકે છે, તો કોઈ “હિંદુસ્તાન” રાખી શકે છે અને શું આપણે આપણા દેશના નામનો આ રીતે ઉપયોગ થવા દેવો જોઈએ ?
કેસ દાખલ થઇ શકે છે
ચોક્કસપણે આ મામલે કેસ દાખલ થવાની સંભાવના છે. આનાથી વિપક્ષને વધુ ફાયદો નહીં થાય. આવા નામનો ઉપયોગ કરવાથી વિવાદ ઉભો થશે અને આ કેસમાં, અદાલતોમાં ઘણાં સંસાધનો અને સમયનો વ્યય થશે. આ ગઠબંધનની સૌથી મોટી પાર્ટી, તેના સૌથી મોટા નેતા રાહુલ ગાંધી અગાઉથી જ કોર્ટન ધક્કા ખાઈ રહ્યા છે. મોદી સરનેમ કેસમાં તેઓ તેમનું સાંસદપદ ગુમાવી ચુક્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે, આવામાં આ બાબત તેમને વધુ કોર્ટને ધક્કે ચઢાવી શકે છે.