પાટણ જિલ્લાના શંખેશ્વર હાઇવે રોડ ઉપર આજે વહેલી સવારે પીકઅપ ડાલુ અને વેગેનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બંને ગાડીઓમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે હાઈવે માર્ગ ઉપર અફરતફડી મચી હતી તો આગને કારણે વેગેનાર ગાડીમાં સવાર બે મુસાફરો બળીને ભડથું થયા હતા. અકસ્માત અંગેની જાણ થતા શંખેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો ઉપર છાસવારે અકસ્માતોના નાના-મોટા બનાવો બનતા હોય છે ત્યારે આજે સવારે વધુ એક અકસ્માતની ગોઝારી ઘટના બનવા પામી હતી. શંખેશ્વર થી દશાવડા હાઇવે માર્ગ ઉપર સંસ્કાર વિલા પાવાપુરી પાસે આજે સવારના સુમારે પિકઅપ ડાલુ અને વેગેનર ગાડી સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બંને ગાડીઓમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફડી મચી જવા પામી હતી જો જોતામાં આગે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી વેગેનાર કારને પોતાની ઝપટમાં લઈ લીધી હતી આગ એટલી પ્રચંડ હતી કે ગાડીમાં સવાર બંને મુસાફરો બહાર નીકળી શક્યા ન હતા અને આગમા જ બળીને ખાખ થયા હતા. આ અંગેની જાણ શંખેશ્વર પોલીસને થતાં પીઆઇ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોની લાશને બહાર કાઢી તેઓની ઓળખ વિધિની કામગીરી હાથ ધરી છે. આગ એટલી પ્રચંડ હતી કે ગાડીનો નંબર પણ જણાતો નથી
પાટણ/ પીકઅપ ડાલુ અને વેગેનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે મુસાફરો બળીને ભડથું
Related Posts
Add A Comment