- આ નિર્ણય ગઈકાલે કેબિનેટ બેઠકમાં લેવાયો હતો
રાજ્યમાં હવેથી diploma to degree (D2D)માં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રેસ ટેસ્ટ લેવાનું રાજ્ય સરકારે કર્યું છે. ગાંધીનગર ખાતે ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગેની જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
બોર્ડનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં જટીલતા રહેતી હતી
મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે રાજ્યમાં diploma to degree (D2D)માં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રસ ટેસ્ટ લેવાનું નક્કી કરાયું છે. વધુમાં જણવાતા કહ્યું હતું કે પ્રવેશ સમિતિ માટે બેઠકોની ફાળવણી અને વિવિધ બોર્ડનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં જટીલતા રહેતી હતી. આ તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓમાં એકસૂત્રતા લઇને એક મેરિટમાં લાવવું શક્ય ન હતું. આ વિસંગતતા, અસ્પષ્ટતા, અસંતોષ ટાળવા માટે અને તમામ અરજદાર વિદ્યાર્થીઓને એકસમાન મંચ પર લાવીને ડિપ્લોમા બાદ ડિગ્રીના બીજા વર્ષમાં લેટરલ એન્ટ્રી એડમિશન માટે કોમન એન્ટ્રસ ટેસ્ટ પ્રવેશ પરીક્ષા પ્રવેશ વર્ષ 2024થી લેવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ પરીક્ષાની પ્રવેશ વર્ષ 2024 માટેની જાહેરાત અને રજિસ્ટ્રેશન ફેબ્રુઆરી 2024થી કરવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
ટીમ ઈન્ડિયા વર્લ્ડ રેકોર્ડ બનાવવાથી ચૂકી ગઈ, વરસાદે બુમરાહની યોજના બગાડી
લિવ ઇન, બ્લેકમેલિંગ અને પાર્ટનરની હત્યા… લખનઉના રિયાના હત્યારાની કબૂલાત