- પંચમહાલ G.P.C.B. ની ટીમ દ્વારા કંપની ફરતે આવેલ જીતપુરા ગામ અને અન્ય સ્થળોએથી
@મોહસીન દાલ ગોધરા
ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલા ગુજરાત ફલોરો કેમિકલ્સ કંપનીના જળ અને વાયુ પ્રદુષણના દુષણને લઈને કંપની ફરતે આવેલા ૧૦ જેટલા ગામડાઓના પ્રજાજનો ભારે પરેશાનીઓ ભોગવી રહ્યા છે એમાં ગુજરાત ફ્લોરો કંપનીના આ પ્રદૂષણની ફરીયાદોના પગલે કુવાઓ અને બોરના પાણી દૂષિત કેમિકલથી એટલા પ્રદુષિત થયા છે કે આ પાણીના ઉપયોગ બિલકુલ કરી શકાય એમ નથી અને હવામાં છોડવામાં આવતા ગેસને લઈને ખેતરોમાં લહેરાતો પાક રાતોરાત માં નષ્ટ થઈ જતો હોવાની ઊભી થયેલી ગંભીર ફરીયાદોના પગલે પંચમહાલ જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમના સભ્યોએ જીતપુરા ગામ સમેત અનેક સ્થળોએ થી પાણીના સેમ્પલો એકત્ર કર્યા હતા.
ઘોઘંબા તાલુકામાં રણજીત નગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની દ્વારા કેમિકલયુક્ત જળ જમીનમાં ઉતારી પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાથી આજુબાજુના અનેક ગામડાઓના બોર – કુવાઓના પાણી પીવાલાયક નથી રહ્યા આ બાબતની અનેક રજૂઆતો બાદ આજે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રણજીત નગરની આજુબાજુના ગામડાઓના કુવા- બોરના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલ ગુજરાત ફલોરો કેમિકલ્સ કંપની દ્વારા કંપનીમાંથી નીકળતું દૂષિત કેમિકલયુક્ત પાણીને સ્વચ્છ કરી ઉપયોગમાં લેવાની ખર્ચાળ પધ્ધતિનો ઉપયોગ ન કરતા આવું દૂષિત પાણી સીધું જમીનમાં ઉતારી દેવામાં આવતા આજુબાજુના અનેક ગામડાઓમાં પાણી પીવા લાયક રહ્યા નથી, નથી ઢોર ઢાંખર ના ઉપયોગ માટે કે નથી સિંચાઇ માટે ઉપયોગમાં લેવાય તેવી રજુઆત હાલોલ તાલુકા ક્ષત્રિય સંગઠન અને આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર કરવામાં આવતા આજે પંચમહાલ જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા રણજીત નગર અને તેની આજુબાજુના ગામડાઓમાંથી અરજદારોને સાથે રાખીને પાણીના સેમ્પલ એકત્ર કરવાની કામગીરી કરાઈ હતી.
જી.એફ.એલ કંપનીમાં થોડા સમય પહેલા જે બોઇલર બ્લાસ્ટ થવાની દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે પણ આ કંપની વિરુધ્ધ અનેક ફરીયાદો અને રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે પણ આ કેમિકલ અને ગેસ ઉત્પાદન કરતી કંપની ભોપાલ જેવી દુર્ઘટના સર્જશે તેવી દહેશત સ્થાનિક આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. અનેક રજૂઆતો બાદ આજે પંચમહાલ જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કર્મચારીઓ અને અધિકારીઓ રણજીત નગર- જીતપુરા સહિતના આજુબાજુના ગામડાઓમાં પહોંચ્યા હતા અને પાણીના સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ અરજદારોને અધિકારીઓએ હૈયાધારણાઓ આપી હતી કે જો પાણી ના સેમ્પલમાં કેમિકલની માત્ર જણાઈ આવશે તો જી.એફ.એલ. કંપની સામે કાયદેસર કાર્યવાહી કરીને સખત પગલાં લેવામાં આવશે.