લોકસભા ચૂંટણી બ્યુગલ વાગી ચૂક્યું છે વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ કોંગ્રેસ દ્વારા ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.
જેમાં આણંદ ખાતે અમિત ચાવડા ટિકિટ આપવામાં આવી છે, પર ખાતેથી સોનલબેન પટેલને ઉમેદવાર બનાયા છે.
અમરેલી થી જેનીબેન ઠુમરને તો સુરતથી નિલેશભાઈ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે. પંચમહાલ થી ગુલાબસિંહ ચૌહાણ તો દાહોદ થી ડોક્ટર પ્રભાબેન તાવડીયા અને ઉમેદવાર બનાવ્યા છે.
પાટણ થી ચંદનજી ઠાકોર અને ખેડાથી કાળુસિંહ ડાભી ની ટિકિટ આપી છે.
કોંગ્રેસ ગુરૂવારે મોડી સાંજે ઉમેદવારોની ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પ્રથમ યાદીમાં 37 અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
બીજી યાદીમાં પૂર્વ મુખ્યમંત્રીના પુત્રોને ટિકિટ મળી
કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં વધુ 43 બેઠકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથને છિંદવાડાથી અને અશોક ગેહલોતના પુત્ર વેભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી છે.