કર્ણાટક એક વર્ષમાં આવું બીજું રાજ્ય છે, જ્યાં congress પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. આજે 20 મેના રોજ સિદ્ધારમૈયા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જો કે, પાર્ટીમાં હલચલ હજુ પણ મજબૂત છે. ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી પદ મળવાથી ખુશ નથી, અન્ય ઘણા નેતાઓ છે જેઓ નારાજ છે. તેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વર પણ સામેલ છે. પરમેશ્વરે તો ત્યાં સુધી કહ્યું કે જો રાજ્યને દલિત સીએમ નહીં મળે તો તેઓ તેનો વિરોધ કરશે. બીજા ઘણા નેતાઓની નારાજગી સામે આવે તેવી શકયતા છે.
congressમાં હંમેશાથી ટિકિટની વહેંચણી હોય કે પછી સરકારનું ગઠન હંમેશા કકળાટ રહ્યોછે. અને સરકારના ગઠનમાં કોંગ્રેસને ઘણીવાર સત્તા ગુમાવવાનો પણ વારો આવ્યો છે. આ પહેલીવાર નથી કે જ્યારે પાર્ટી બળવાના ભયનો સામનો કરી રહી હોય. આ પહેલા પણ ઘણા એવા રાજ્યો છે, જ્યાં પાર્ટી વધુ સીટો મળવા છતાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહી છે અથવા સરકાર બનાવ્યા પછી સત્તા ગુમાવી છે.
Goa
2017ની વિધાનસભા ચૂંટણીમાં congress સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. ગોવામાં વિધાનસભાની 40 બેઠકો છે. સરકાર બનાવવા માટે 21 સીટોની જરૂર છે. કોંગ્રેસે ચૂંટણીમાં 17 બેઠકો જીતી હતી. સરકાર બનાવવા માટે પાર્ટીને માત્ર ચાર ધારાસભ્યોની જરૂર હતી. બીજી તરફ ભાજપને 13 બેઠકો મળી હતી. કોંગ્રેસને પાછળ છોડીને ભાજપે અપક્ષો અને પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી. બાદમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા હતા. અહીં વધુ બેઠકો જીતવા છતાં કોંગ્રેસ સરકાર બનાવી શકી ના હતી. પરંતુ પાર્ટીની અંદર પણ ભાગલા પડી ગયા હતા.
Madhyapradesh
2018ની વાત છે. અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી. 230 બેઠકોના રાજ્યમાં કોંગ્રેસને બહુમતી માટે 116 બેઠકોની જરૂર હતી. જોકે, પાર્ટીને ચૂંટણીમાં આના કરતાં માત્ર બે બેઠકો ઓછી મળી હતી. કોઈક રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે તેની ગોઠવણ કરી. સરકાર પણ રચાઈ. તે સમયે પણ સીએમ પદ માટે કમલનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહ વચ્ચે જંગ ચાલી રહ્યો હતો. કમલનાથે રમત જીતી લીધી. જો કે તેની ખુશી લાંબો સમય ટકી ન હતી. હજુ બે વર્ષ પણ પૂરા નથી થયા કે 2020માં પાર્ટીમાં ભાગલા પડી ગયા. જ્યોતિરાદિત્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. તેમના સમર્થનમાં ઘણા ધારાસભ્યોએ પણ પાર્ટી છોડી દીધી હતી. કમલનાથની સરકાર પડી. જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા. બીજેપીએ આ બળવા માટે સિંધિયાને પુરસ્કાર આપ્યો. તેમને કેન્દ્ર સરકારમાં મંત્રી પદ મળ્યું.
Manipur
વર્ષ 2017ની વાત છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસને 28 બેઠકો મળી હતી. બહુમતી માટે પાર્ટીને માત્ર ચાર સીટોની જરૂર હતી. ભાજપ પાસે 21 બેઠકો હતી. કોંગ્રેસના નેતાને ચાર ઉમેદવાર ના મળી શક્ય અને ભાજપે નાના પક્ષોની મદદથી સરકાર બનાવી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી છે.
MEghalay
2018 માં, મેઘાલયમાં 59 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ સિંગલ સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી પરંતુ તે પછી પણ તેની બહુમતીથી ઘણી ઓછી હતી. પાર્ટીએ 59માંથી 21 બેઠકો જીતી હતી. મતદાનની ટકાવારી 28.5 ટકા હતી. નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) તેના ખાતામાં 20 બેઠકો સાથે બીજા ક્રમે છે. રાજ્યમાં ભાજપને માત્ર બે બેઠકો મળી હતી. પાર્ટીએ 47 સીટો પર ચૂંટણી લડી હતી. મતદાનની ટકાવારી 9.6 ટકા હતી. યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)એ છ બેઠકો જીતી હતી. અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી. કોંગ્રેસને બહુમતીનો આંકડો સ્પર્શવા માટે 10 બેઠકોની જરૂર હતી, પરંતુ તે થઈ શક્યું નહીં. બીજી તરફ એનપીપીએ ભાજપ, યુડીપી અને અન્ય અપક્ષ ઉમેદવારોના સમર્થનથી સરકાર બનાવી હતી. NPP પ્રમુખ કોનરાડ સંગમાએ 6 માર્ચ, 2018ના રોજ સીએમ તરીકે શપથ લીધા હતા. સંગમાએ 34 ધારાસભ્યોનું સમર્થન મેળવ્યું હતું. તેમની પાર્ટીના 19 ધારાસભ્યો હતા. ભાજપના બે ધારાસભ્યો પણ તેમની સાથે હતા. પીડીએફના ચાર ધારાસભ્યો, હિલ સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટી (એચએસપીડીપી) ના બે ધારાસભ્યો અને એક સ્વતંત્ર ધારાસભ્ય પણ સરકારમાં જોડાયા હતા.