પાટણ અલ્કેશ પંડ્યા
સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત,નગર પાલિકા, મહાનગર પાલિકા ની બીજી મુદતની અઢી વર્ષ માટે પ્રમુખ, ઉપ પ્રમુખ, અને કારોબારી ચેરમેન ની પસંદગી માં પ્રથમ રાઉન્ડ માં પાલિકા, તેમજ મહાપાલિકા ના પ્રમુખો , ઉપ પ્રમુખ, તેમજ કારોબારી ની પસંદગી તેમજ પરિણામો જાહેર થઈ ગયા અને ભાજપ બીજા અઢી વર્ષ માટે શાસન કરશે ત્યારે હવે ગ્રામ્ય કક્ષા એટલે કે તાલુકા અને જિલ્લા પંચાયત માં આજે વરણી થઈ ગઈ
આજે પાટણ જિલ્લા ની પાટણ જિલ્લા પંચાયત તેમજ નવ તાલુકા પંચાયત બેઠક પર બીજી ટર્મ માટે પસંદગી પ્રક્રિયા માં બને પક્ષો ભાજપ અને કોંગ્રેસ માં બળવો થયો હતોપાટણ જિલ્લા પંચાયત માં પાતળી બહુમતી સાથે ભાજપ સાશન કરે છે અને હવે બીજી ટર્મ માટે હેતલબેન ઠાકોર પ્રમુખ ઉપ પ્રમુખ માટે ગોવિંદભાઈ માલધારી અને કારોબારી ચેરમેન તરીકે દીપકભાઈ પટેલ ના નામો જાહેર થયા આજે 12 વાગે એક જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત માં પણ બંને હોદ્દા માટે વરણી થઈ હતી
ભાજપ પાસે 5 તાલુકા માં સ્પષ્ટ બહુમતી છે જેમાં રાધનપુર, સમી, શંખેશ્વર, હારીજ અને ચાણસ્મા જ્યારે સાંતલપુર માં ભાજપ પાસે પંચાયત હોવા છતાં પ્રમુખ નું પદ કોંગ્રેસ ની મહિલા ને મળ્યું અને અહી ભાજપ માં બળવો થયો અને કોંગ્રેસ ને સાશન મળ્યું
સિદ્ધપુર, અને સરસ્વતી કોંગ્રેસ પાસે છે પરંતુ આજે સરસ્વતી તાલુકા પંચાયત માં નવાજૂની ના એંધાણ થયા અને એક સભ્ય ભાજપ માં ભળી જતા કોંગ્રેસ એ સત્તા ગુમાવી કોંગ્રેસ ના જ એક સદસ્ય એ પક્ષ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી છે
આ ઉપરાંત પાટણ તાલુકા પંચાયત માં પણ ભાજપ અપક્ષ ના ટેકા થી સત્તા જાળવી રાખશે તેવું લાગી રહ્યું છે
પાટણ જિલ્લા ની નવ તાલુકા પંચાયત ની ચૂંટણી મામલો
જિલ્લા માંથી નવ તાલુકા પંચાયત સદસ્યો ને ભાજપ એ પક્ષાંતર વિરુદ્ધ મતદાન કરવા બદલ તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કર્યા હારીજ ,સાંતલપુર તાલુકા પંચાયત ભાજપ ના હાથ માંથી કોંગ્રેસના પંજામાં પાટણ માં અપક્ષ સદસ્ય સાથે સોદાબાજી ને લઈ ભાજપ એ સત્તા જાળવી રાખી
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU