- ફોટા પાડવાની ફરીયાદનું કોલેજ સંચાલક તરફથી કોઈ નિરાકરણ નહિ
- ૪૨ દિવસ સુધી કોલેજના સંચાલકો તરફથી ન્યાય નહીં મળતા મહિલા કારકુન-વિધાથીઁઓ પો.સ્ટેશને પહોંચ્યા
- કોલેજના સંચાલકો-વિધાર્થીઓ આમને-સમાને
By: પ્રજ્ઞેશ પાટણવાડીયા ભરૂચ
નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિનિયન અને વાણિજય કોલેજ, નેત્રંગ ખાતે ૧ ફ્રેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ નેશનલ લેવલના સેમીનારમાં એક પ્રોફેસરનું બેચ તુટી જવાથી ક્લાકૅ-કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતાં હતા. જે દરમ્યાન કોલેજમાં જ લાયબ્રેરીયન તરીકે ફરજ બજાવતા લાઈબ્રેરીયન ડૉ. અજીત પ્રજાપતિએ તેમનો ફોટો પાડતા હોવાની વાતને લઈ મામલો ગરમાયો હતો. ત્યારબાદ મહિલા કારકુને કોલેજના આચાર્ય જી.આર. પરમાર ને લેખિતમાં ફરીયાદ પણ કરી હતી. જોકે આચાર્યએ ફરિયાદ કરનારને જણાવ્યું હતું કે, આ કોલેજનો અંદરનો મામલો છે, કોલેજના જ લેવલે આ બાબતનું સમાધાન થાય તે જરૂરી છે, અમે પ્રયત્ન કરીશું. પરંતુ આ બાબતે મહિલા ક્લાકૅ-કારકુને અનેકો વખત રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની કાયઁવાહી નહીં થતાં વિવાદ વંટોળે ચડ્યો હતો. કોલેજના વિધાર્થીઓએ ગેટ ઉપર જ ઘટના અંગે ન્યાયની વાત સાથે પ્રોફેસર સાથે ભારે માથાકુટ કરતા ઘટનાસ્થળ ઉપર વિધાર્થીઓના ટોળા ઉમટી પડ્યા હતા. હોબાળો વધતા કોલેજના આચાયૉ-પ્રોફેસરો ફોટો પાડનાર પ્રોફેસરનો મોબાઇલ ફોન કબ્જે કરીને કોલેજના લોકરમાં સીલ કરી દેવામાં આવ્યો હતો. વિવાદને ૪૨ દિવસનો લાંબો સમય પસાર થવા છતાં કોલેજના સંચાલકોએ કોઈપણ પ્રકારની કાયઁવાહી નહીં કરતાં તેમની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉદભવ્યા છે. આ બાબતે કોલેજના મહિલા કારકુને નેત્રંગ પો.સ્ટેશનમાં લેખિત ફરીયાદ કરી છે. ૪૨ દિવસ વીતી ગયા છતાં આ બાબતનું હજુસુધી કોઈ નિરાકરણ નહિ આવતું હોય મહિલા સ્ટાફ અને વિધાર્થીનીઓના આત્મ સન્માનનો પ્રશ્ન ઉભો થયો છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે નિરકારણ આવે તેવી વિધાર્થીઓએ માંગ કરી હતી
જોકે આ બાબતને લઈ કોલેજના આચાર્યનું બેવડું વલણ એટલે કે લાઈબ્રેરીયનને બચાવ માટેની કામગીરી ચાલતી હોય તેમ લાગી રહ્યું હોવાની પણ વિધાર્થીઓ અને સ્ટાફમાં ચર્ચાઓ ચાલી હતી. જોકે આચાર્ય ડૉ. જી.આર.પરમાર સાથે થયેલ ટેલિફોનિક ચર્ચામાં તેઓએ જણાવાયું હતું કે લાઈબ્રેરીયન ડૉ. અજિત પ્રજાપતિએ પોતાના મોબાઈલમાં ફોટો લીધો છે કે નહીં તે બાબતે કોલેજની ઇન્ટરનલ કમ્પ્લેન કમિટીને આ બાબતની જાણ કરી ઘટના અંગે તપાસની કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે. લાઈબ્રેરીયનનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને ભરૂચ પોલીસ સાયબર સેલને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે. મહિલા કર્મી દ્વારા કરવામાં આવેલ આક્ષેપ પુરવાર થાય તો આરોપી સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મહિલા કર્મીનો છુપી રીતે લાઈબ્રેરીયન દ્વારા ફોટો પાડવામાં આવ્યો હોવાની ઘટનાને ૪૨ દિવસ વીતી ગયા છતાં આ બાબતે કોઈ નિરાકરણ નહિ આવ્યો હોય જે બાબતને લઈ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં સંચાલક સામે ભારે રોષ ભભૂક્યો છે. જોકે આ ઘટનાને લઈ વિદ્યાર્થીનીઓના વાલીઓમાં પણ ભારે રોષ ઉભો થયો છે. જેથી ઘટનાની તલસ્પર્શી તપાસ થાય અને મહિલા કર્મીને ન્યાય મળે તેવી કોલેજના વિદ્યાર્થીઓએ માંગ ઉચ્ચારી હતી.