@PARESH PARMAR, AMRELI
અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર 590 કિમી જ દૂર છે અને હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના જિલ્લાઓના ક્લેક્ટરઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા કરી હતી. આ વિસ્તારોમાં બીપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી બધા જ જિલ્લાઓએ કરેલા આયોજનની વિગતો મુખ્યમંત્રીએ આ બેઠકમાં મેળવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના 13 જિલ્લાઓના કલેક્ટરઓને સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ધીરે ધીરે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્યના દરિયાકાંઠે તેની અસર જોવા મળી રહી છે. ભારે પવન ફૂંકાવવાની સાથે વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. તાપી સોનગઢ તાલુકાના છેવાડાના મલંગદેવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
જામનગરમાં વાતાવરણમાં પલટો
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના સચાણા ગામની જેટી પર વરસાદી ઝાપટા પડ્યા બાદ જામનગર શહેરમાં પણ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો થતાં વરસાદી માહોલ સર્જાયો હતો.
વલસાડ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાઈ. જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે જ શહેરમાં પણ ભારે પવનને કારણે બેચર રોડ પર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. જેથી રોડ પર પસાર થતું એક પરિવાર વૃક્ષ નીચે દબાયું હતું. જેના કારણે બે લોકોને ઈજા થઈ હતી.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે દરિયામાં માછીમારોને સાવચેત કર્યા
વાવાઝોડાની શક્યતાને પગલે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે દરિયામાં માછીમારોને સાવચેત કર્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ એકમો જહાજો, એરક્રાફ્ટ અને રડાર સ્ટેશન દ્વારા સમુદ્રમાં જહાજોને નિયમિત સલાહ સૂચનો આપી રહ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડની તમામ કોસ્ટ એસ્ટાબ્લિશમેન્ટ્સ ચક્રવાતને ધ્યાનમાં રાખીને પૂરતી સાવચેતી રાખવા એર ક્રાફટથી સૂચના આપવામાં આવી રહી છે.
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ!, અબંલાલ પટેલની મોટી આગાહી
વાવાઝોડા અંગે અબંલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલે વાવાઝોડા અંગે જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર ભારે થઇ શકે છે. વાવાઝોડું ઓમાન તરફ નહિ ફરવાની સંભાવના છે. કેમ કે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે. તેનો ભેજ પૂર્વ ભારત તરફ ખેંચાઇ જાય છે. જેના કારણે મારા અનુમાન મુજબ, વાવાઝોડું ઓમાનને બદલે ગુજરાત કાંઠા નજીક આવવાની સંભાવના છે.
#WATCH | In view of the severe cyclonic storm 'BIPARJOY' forming in Arabian Sea, Indian Coast Guard Region – North West has initiated outreach to advise fishing community, mariners & stakeholders of Gujarat, Daman & Diu to take necessary precautions & safety measures. Indian… pic.twitter.com/SaT33YLe96
— ANI (@ANI) June 10, 2023
અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની આગાહી
હવામાન વિભાગે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પડે તેવી આગાહી કરી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને ચેતવણી આપવમાં આવી છે. આગામી 13મી જૂને પવનની ઝડપ 70 કિમી થવાની સંભાવના છે. બે દિવસ દરમિયાન પવન 35થી 45 કિમીની ઝડપે ફૂંકાશે.
NDRFની બે ટીમો પોરબંદર, ગીર-સોમનાથ અને વલસાડ જવા રવાના
બિપરજોયને લઈને ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના જરોદ ખાતે આવેલી NDRFની 6 બટાલિયનને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. આજે જરોદ ખાતેથી NDRFની 6 બટાલિયનની બે ટીમો રેસ્ક્યૂ સામગ્રી સાથે પોરબંદર, ગીર-સોમનાથ અને વલસાડ જવા રવાના થઇ હતી. જયારે એક ટીમ આરઆરસી ગાંધીનગર ખાતેથી રવાના થઇ હતી
બીપોરજોય વાવાઝોડા ને લઈ ને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
- સમુદ્રની અંદર વાવાજોડુ આગળ વધતા કોસ્ટગાર્ડની ટીમો એક્સન મોડમાં આવી
- પોરબંદરથી જાફરાબાદ દરિયાઈ સીમા પર કોસ્ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ શરૂ
- સમુદ્રમાં માછીમારો માછીમારી ન કરે તે માટે વિમાન મારફતે ખાનગી રાહે પેટ્રોલિંગ શરૂ
- જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ ઉપર ઇન્ડિય કોસ્ટગાર્ડની ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ કર્યું
- શિયાળ બેટ જાફરાબાદ પોર્ટ વિસ્તારના દરિયા કિનારે તપાસ કરાય
- પીપાવાવ પોર્ટ જેટી ઉપર રાજુલા પ્રાંત અધિકારી અને તંત્રના અધકારીઓએ કરી મુલાકાત
- શિયલબેટ અને પીપાવાવ પોર્ટ ના લોકો સાથે વાતચીત કરી લોકોને સૂચના આપી…