સાયક્લોન બિપરજોય (biparjoy) ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો સહીત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં તારાજી સર્જી છે. ચક્રવાત બિપરજોય કુદરત તરફથી એક ચિંતાજનક સંદેશ છે. ભારે વરસાદ, દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર, 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ઘરો અને ઉભા પાકને નુકસાન અને વીજપોલ, ટ્રાન્સ્પોટેશન, રોડ નુકસાન પહોંચાડી ગયું છે. મોટાપાયે લોકોના સ્થળાંતરકારણે જાનમાલને નુકસાન નથી થયું. આર્મી, નેવી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને કોસ્ટ ગાર્ડ એલર્ટ પર હોવાથી અને તેના મોટી તારાજી ટળી છે. ઈતિહાસમાં બિપરજોય સૌથી ખરાબ ચક્રવાતમાંનું એક હોવાની અપેક્ષા હતી. અને મોટા પાયે વિનાશની આશંકા પણ હતી. જે યોગ્ય આગમચેતી ભર્યા પગલાંને લીધે ટાળી શકાઈ છે. બિપરજોયની ઊંચી તીવ્રતા ગ્લોબલ વોર્મિંગને કારણે છે એવું માનવા માટે અનેક કારણ છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કચ્છ અને સૌરાષ્ટ્રને રેડ એલર્ટ પર મૂક્યા હતા. કારણ કે ‘ખૂબ જ ગંભીર ચક્રવાત’ બિપરજોય લેન્ડફોલ તરફ આગળ વધી રહ્યું હતું. રેડ એલર્ટ એ ચેતવણી છે જ્યારે હવામાન પરિસ્થિતિઓ અત્યંત ગંભીર હોય છે, અને તે જાનમાલને મોટું નુકસાન પહોંચાડે તેવી અપેક્ષા હોય. આ અઠવાડિયાની શરૂઆતમાં, IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જાહેર કર્યું હતું કે ચક્રવાતથી સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોમાં વ્યાપક નુકસાન અને પૂરની શક્યતા છે. બિપરજોયને કેટેગરી 3ના ગંભીર ચક્રવાત વાવાઝોડા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. – જેમ કે 1998માં કંડલામાં આવેલા વિનાશક ચક્રવાત. 1,774 થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે અને 1,855 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે નુકસાનનું એક કારણ રાજ્ય સરકારની તૈયારીનો અભાવ હતો.
બિપરજોય છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ત્રાટકનાર ચોથું મોટું ચક્રવાત હતું. – અરબી સમુદ્રમાં સૌથી લાંબુ ચક્રવાત, જૂન મહિનામાં ગુજરાતને પાર કરનાર ત્રીજું ઉષ્ણકટિબંધીય ચક્રવાત – ગુજરાતના ઇતિહાસમાં 1996 અને 1998 વિનાશકારી ચક્રવાતને બાદ કરતા 1965 પછી અરબી સમુદ્રમાં આ ત્રીજું ‘અત્યંત ગંભીર’ ચક્રવાત હતું. જેની તીવ્રતા ગ્લોબલ વોર્મિંગને કારણે વધુ હતી. IMD મુજબ, 1965 થી 2022 ની વચ્ચે, અરબી સમુદ્રમાં જૂન મહિનામાં 13 ચક્રવાત વિકસિત થયા હતા, જેમાંથી સાત લેન્ડફોલ હતા અને છ સમુદ્રમાં ભળી ગયા હતા.
આ સાતમાંથી બે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં, એક મહારાષ્ટ્રમાં, ત્રણ યમન-ઓમાન અને એક પાકિસ્તાનમાં પહોંચ્યા હતા. તેમાં વાયુ (2019, ગુજરાત), નિસર્ગ (2020, મહારાષ્ટ્ર) અને તૌક્ત (2021, ગુજરાત)નો સમાવેશ થાય છે. દર વખતે જાનમાલની મોટા પાયે તારાજી થાય છે. જે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે.
ચક્રવાત બિપરજોય પ્રથમવાર 6 જૂન, 2023 ના રોજ અરબી સમુદ્રમાં જોવા મળ્યું હતું. સાત દિવસ અને 12 કલાકના સૌથી લાંબા જીવનકાળ ધરાવતું ચક્રવાત બની રહ્યું છે. ચક્રવાતનું આયુષ્ય જેટલું લાંબુ છે, તેટલું વધારે નુકસાન તે કરી શકે છે, ખાસ કરીને જો લેન્ડફોલ ખુવારીની શક્યતાઓ રહેલી છે.
બિપરજોય (biparjoy) શરૂઆતના થોડા દિવસોમાં દરિયામાં વિલોપન થવાની સંભાવના હતી. પરંતુ 10 જૂને, IMD એ કહ્યું કે ચક્રવાત તીવ્ર બની રહ્યું છે અને લેન્ડફોલ કરશે. IMD અનુસાર, બિપરજોય તેના જીવનકાળમાં બે વખત તીવ્ર બન્યો, જેની અપેક્ષા નહોતી. આ મુખ્યત્વે અરબી સમુદ્રના અસામાન્ય રીતે ગરમ પાણીને કારણે હતું, જે ગ્લોબલ વોર્મિંગને આભારી છે.
પૂણેની ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન સંસ્થા (IITM) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં બે દાયકા અગાઉના સમયગાળાની તુલનામાં 1982 અને 2019 વચ્ચે ચક્રવાતની સંખ્યામાં 52 ટકાનો વધારો નોંધાયો હતો. અત્યંત ગંભીર ચક્રવાતની ઘટનાઓમાં 150 ટકાનો વધારો થયો છે. સમુદ્રના પાણીના તાપમાનમાં વધારો બાષ્પીભવનને કારણે ભેજમાં વધારો કરે છે, જે ચક્રવાતને તીવ્ર બનાવવા માટે ઊર્જા પૂરી પાડે છે.
ગુજરાતના રાયસનમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે અરબી સમુદ્ર અગાઉ બંગાળની ખાડીની તુલનામાં ચક્રવાતની સ્થિતિ માટે ઓછો જોખમી માનવામાં આવતો હતો કારણ કે દરિયાનું તાપમાન નીચું હતું. જો કે, જીઆઈડીએમ રિપોર્ટ 2019 યુએન ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (આઈપીસીસી) ના અહેવાલ અનુસાર “અરબી સમુદ્ર આબોહવા પરિવર્તનના સંકેતોને ઝડપથી પ્રતિસાદ આપી રહ્યું છે. અને તાજેતરના સમયમાં ગંભીર ચક્રવાતોની ઘટનામાં વધારો થયો છે.
મોરબી માં એપાર્ટમેન્ટ ઉપર નો ટેલીફોન નો ટાવર ધરાશાયી થયો!
સ્માર્ટ સીટી બનાવવામાં સરકારી જમીનોના હાથ ધરાયેલ સર્ચ અભિયાનમાં…
Biparjoy cycloneનો સામનો કરવા માટે સુરક્ષા દળો તૈયાર, જાણો કેવી છે એરફોર્સ અને નેવીની તૈયારી
Biparjoy cyclone: ઘરનો સામાન ત્યાં જ છોડી આવ્યા, ખબર નથી કે આ તોફાન પછી શું બચશે અને શું મળશે’
શું રોહિત શર્માની જગ્યાએ બીજાને કેપ્ટ્ન બનાવવાથી સમીકરણો બદલાઈ જશે..?
આધુનિક ટ્રેન નહીં પરંતુ સલામત મુસાફરીની જરૂર …
અહીં ધાર્મિક વિધિના નામ પર યુવતીઓ અને મહિલાઓ સાથે થાય છે બળજબરી સેક્સ, જાણો કોણ છે હાયના
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?