@Nehal shah dahod
દાહોદ જિલ્લા પોલીસના એલસીબી ની ટીમે ગુજરાતના 144 ગુનાનો મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પ્રથમ ક્રમાંકે આવતા આરોપીને ઝડપી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે
ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર દ્વારા નાસતા ફરતા તમામ ગુનાના આરોપીઓ ની ડ્રાઇવની આયોજન કરતા દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની સૂચનાથી વોન્ટેડ ગુનેગારો , પ્રોહી ગુનેગારો, ઘરફોડ તેમજ મોટર સાયકલ ચોરી ના ગુજરાત રાજ્યના ટોપ 24 ગુનેગારો તેમજ જિલ્લાની ટોપ 10 ની યાદી તૈયારી કરી તેમના ઉપર રૂપિયા 10,0000 નું ઈનામ જાહેર કરેલ હતું
અને આ ભાગેડુ ગુનાઓ ની વર્કઆઉટ યાદીમાં મધ્ય પ્રદેશના મેઘનગરના ગોવાળી પતરા ના પિદિયા રતના સંગાડીયા નું નામ જિલ્લા ની સાથે સાથે ગુજરાતમાં ટોપ વોન્ટેડ લિસ્ટમાં મોખરે નંબર 1 ઉપર હતું અને તે કુલ 144 ગુનામાં અને રૂપિયા 2 કરોડ ત્રણ લાખ દસ હજાર છસ્સો પંચાવન ના મુદ્દામાલ ગુનાઓમાં વોન્ટેડ આરોપી હતો જેને પકડવા દાહોદ એલસીબી પોલીસ ના પી.આઇ કે.ડી.ડિંડોરની આગેવાનીમાં ટીમ બનાવી જેમાં એલસીબી પી.એસ.આઇ M.L.damor,
LIB P.I ડી. ડી.પઢિયાર તથા પોલીસ ની ટીમ બનાવી તેઓ એ તેના ગામ ગોવાળી પતરા અને આસપાસ તપાસ કરેલ પરંતુ તે હાથ આવ્યો ન હતો પરંતુ તે ગુજરાત રાજ્યના બોર્ડર પરના સીમાડામાં આવે ખરોદા નજીક આલની તળાઈ ના જંગલમાં હોવાની સચોટ બાતમી મળતા પોલીસની ટીમ એ ખાનગી ફોર વ્હીલ ગાડીઓમાં જાનૈયાઓ નો વેશ ધારણ કરી નાચતા , ગાતા ખરોદાની આલની તળાઈ જાનૈયાના વેશમાં પહોંચી ગયા હતા અને આરોપી પીદિયા સંગાડીયાને ઝડપી પાડ્યો હતો આમ દાહોદ એલસીબી પોલીસે ગુજરાતનો અને દાહોદ જિલ્લાનો નંબર 1 મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપી પાડ્યો હતો અને દાહોદ જિલ્લા પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.