- દાહોદ જીલ્લામા સતત 5 દિવસની અંદર અનેક હત્યાઓ થતા સમગ્ર જીલ્લામા લોકોમા ભયનો માહોલ જોવા મળી આવે,
- દાહોદ જીલલો ક્રાઇમ ક્રાઈમનુ હબ બનતુ હોય તેવુ જણાય આવે છે
- દાહોદ જીલ્લા છેલ્લા 4 થી 5 દિવસમા હત્યા અને આત્મ હત્યાના બનાવો જોવા મળી આવે છે
ડુંગરી ગામે પિતાએ પારિવારિક કંકાસના તેમજ સાસરી પક્ષના ત્રાસથી કંટાળી 12 વર્ષિય બાળકી તેમજ 7 વર્ષીય બાળકોની હત્યા કરી હતી - પીપલેટ ગામ ખાતે જમાઈ પોતાની પત્ની બોલાવવા જતા સાસુ સાથે ઉગ્ર બોલચાલ થતા આક્રોશમા પોતાની સાસુને ઘાતક હથિયાર વડે હુમલો કરતા ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન સાસુનુ મૃત્યુ નિપજયુ હતુ
@સોહીલ એમ ધડા, ઝાલોદ
છેલ્લા એક અઠવાડિયામાં 4 થી પંચ હત્યાના બનાવો સામે આવ્યા છે. હવે મોટી મહુડી ગામે પતિપત્ની સાથે લૂંટ અને પછી હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસ અનુસાર રાત્રિના સમયે શૈલેષ ડામોર અને તેની પત્ની સાળીના ઘરેથી પરત પોતાના ઘરે ફરતી વેળા તેઓની સાથે લૂંટફાટ તેમજ હત્યાની ઘટના બની હતી.
મળતી માહિતી, પ્રમાણે શેલૈષ ડામોર નામનો શખ્સ રાત્રિના સમયે સુખસર પાસે મોટી મહુડી આગળ પોતાની સાળીના ઘરેથી પત્ની સાથે મોટરસાયકલ લઇ પોતાના ઘરે પરત જતો હતો તે વેળાએ સુખસર પાસે મોટી મહુડી આગળ અજાણ્યા ઈસમોએ લૂંટફાટ કરી પત્નીની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી
પોલીસને મૃતક લલીતાબેનના ચાંદીના દાગીના પણ અન્ય જગ્યાથી મળી આવેલ હતા. સગાંસંબંધીઓ આ બાબતે જાણ થતા તાત્કાલિક ઘટના સથળે પહોંચી બન્ને વ્યક્તિઓને સારવાર માટે નજીકના ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જતા પત્ની લલિતાને મૃત જાહેર કરવામા આવી હતી. જ્યારે પતિ શૈલેષ ગંભીર અવસ્થામા બેભાન હાલતમા હાલ હોસ્પિટલમા ખાતે ભરતી કરવામા આવેલ છે. હાલ સમગ્ર ઘટનાક્રમ પોલીસ તપાસનો વિષય તેમજ શંકાસ્પદ હોવાથી વધુ તપાસ હાથ ધરાઈ છે.
દાહોદ જીલ્લામા સતત 5 દિવસની અંદર અનેક હત્યાઓ થતા સમગ્ર જીલ્લામા લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ જીલલો ક્રાઇમ ક્રાઈમનુ હબ બનતુ હોય તેવુ જણાય આવે છે.
ડુંગરી ગામે પિતાએ પારિવારિક કંકાસના તેમજ સાસરી પક્ષના ત્રાસથી કંટાળી 12 વર્ષિય બાળકી તેમજ 7 વર્ષીય બાળકોની હત્યા કરી હતી.
પીપલેટ ગામ ખાતે જમાઈ પોતાની પત્ની બોલાવવા જતા સાસુ સાથે ઉગ્ર બોલચાલ થતા આક્રોશમા પોતાની સાસુને ઘાતક હથિયાર વડે હુમલો કરતા ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન સાસુનુ મૃત્યુ નિપજયુ હતુ.
અગાઉ સુખસર ખાતે પણ એક બનાવ બની ચુકયો હતો . તો હવે આજે મોટી મહુડી ગામે પણ એક હત્યાનો બનાવ બનતા સમગ્ર દાહોદ પંથકમા લોકોમા ભયનો માહોલ જોવા મળી આવે છે હત્યા તેમજ આત્મ હત્યા તેમજ હત્યાના સતત 4 દિવસ બનાવો બનતા હોવાથી જિલ્લાની પોલીસ દોડતી થઈ છે