@સોહીલ ધડા, દાહોદ
દાહોદ જીલ્લા સમિતિએ આદિવાસી ભાઇઓના વિવિધ હકોની માંગણીઓ સાથે વિવિધ ચાલતી સરકારની યોજનાઓ ભ્રષ્ટાચાર થયેલ હોવાથી તપાસની માંગ સાથે ઝાલોદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતું. ઝાલોદ ખાતે મામલતદાર ઓફિસે દાહોદ જીલ્લા સમિતિ દ્વારા દાહોદ જીલ્લા આદિવાસીઓને હકો લઇને આજરોજ રેલી કાઢીને મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને વિવિધ મુદાઓ વિશે અવગત કરાવી મુખ્યમંત્રી સાહેબને સંબોધિત કરી આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ
વિશેષરુપે આવેદનપત્ર ફાળવેલ મુદ્દાઓ તેમજ આપવા પાછળ મુખ્યહેતુ નીચે પ્રમાણે છે
- નલ સે જલ યોજના નિષ્ફળ નિવડી અને પાણી મળતુ ન હોવાથી તપાસની માંગ સાથે જ દરેક આદિવાસીઓને ગ્રામીણમા આ યોજનાનો લાભ મળી શકે તેવી વ્યવસ્થા કરવામા આવે તેમજ 24 કલાક પાણી મળી રહે તેવી માંગ
- મનરેગા કામોમા ગેરરીતી થઈ હોય તેની તપાસની માંગ અને શૌચાલયમા પણ ગેરરીતિઓ થઈ હોવાથી તપાસ તેમજ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને મશીનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામા આવે તેવી માંગ સાથે સાથે
- દાહોદ જીલ્લામા માછણડેમના બાંધકામની માંગ
- તેમજ જે આદિવાસી ખેડુતોની જમીન ડુબાણમા ગયેલ હોય તેવા લોકોને રહેણાંક તેમજ ખેતી માટે તાત્કાલિક સરકારી જગ્યાએ ફાળવવામા આવે તેવી માંગ
- રાધણગેસ મા સબસીડી ફાળવવા તેવી માંગ
- **ખેડુતોની જમીનો કાયમી કરી ૭/૧૨/૮ અ મા નામ દાખલ કરવા
- ખેતી વપરાશ વીજ માફ કરવામા આવે અને ખેડુતોને 24 કલાક વીજ પ્રવાહ મળી રહે તેવી માંગ
- વિવિધ વિસ્તારોમાથી ડેમમાંથી પિયતના પાણી અન્ય જગ્યાએ પહોંચી શકે ,ત્યારે દાહોદ જીલ્લાના ખેડુતોને શા માટે નહી?
- સિંચાઈના પાણી થી વંચિત હોવાથી તાત્કાલિક ધોરણે દાહોદ જીલ્લાના તમામ આદિવાસી ખેડુતોને સિંચાઈનુ પાણી મળી રહે તેવો અમલ કરવા સાથે માંગ
- આદિવાસી ખેડુતો,ખેત મજુરોના સરકારી અર્ધ સરકારી તેમજ મહિલાઓના ફાઈનાન્સો દેવા તાત્કાલિક અમલ કરાવી માફ કરવામા આવે તેવી માંગ
ટ્રીન… ટ્રીન..!30 વર્ષથી મહુવામાં PGVCLમાં ફરિયાદ માટે એક જ કોલ સેન્ટર, ફરિયાદીઓની વધી તકલીફ
કોકોપીટના(cocopeat) ઉપયોગથી પાવાગઢ ડુંગર લીલોછમ બન્યો: નારિયેળથી થતી ગંદકી અટકી