@સોહીલ ધડા, દાહોદ
દાહોદમાં બુટલેગરોનો પોલીસ પર હિંચકારો હુમલો થયો છે અને બેફામ બનેલા બુટલેગરોએ પોલીસ ઉપર ફાયરિંગ કરી પોલીસની ગાડી સળગાવી મુકતા સમગ્ર રાજ્યના પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી ગઇ છે.
રાજ્યમાં દારૂનો ધંધો જોરદાર ખીલ્યો છે અને કરોડોનો દારૂ વેચાઈ રહ્યો છે અને હવેતો બુટલેગરો પોલીસને પણ ગણકારતા નથી આ બધા વચ્ચે એક સનસનાટી ભર્યા સમાચાર સામે આવી રહયા છે જેમાં દાહોદના સાગટાળાના કાળીયાકુવા રોડ ઉપર દારૂ ભરેલી ગાડી પોલીસે રોકવાની કોશિશ કરતા ઉશ્કેરાયેલા બુટલેગરોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતુ અને પોલીસની ગાડી સળગાવી દીધી હતી.
વળતાજવાબમાં પોલીસે પણ સ્વ બચાવમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મધ્યપ્રદેશના અલીરાજપુર, કઠીવાડા અને ગુજરાતના નાની વડોઈના બુટલેગરે પોલીસ ઉપર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે.