પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી ગ્રામ પંચાયતનાં રોજમદારોને પગાર ન મળતા તાળાબંધી કરવામાં આવી છે.નસવાડી ગ્રામ પંચાયતમાં એક વર્ષથી સરપંચ પદ માટે ચૂંટણી થઈ નથી.જેના કારણે ગ્રામ પંચાયતમાં હાલ વહીવટદાર શાસન ચાલુ છે.આ ગ્રામ પંચાયતનો વહીવટ હાલ તલાટી અને વહીવટદાર દ્વારા કરવામાં આવે છે.
આ ગ્રામ પંચાયત દશ હજારની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયત છે.નસવાડી ગ્રામ પંચાયતમાં કામ કરતા રોજમદારો ને છ માસ પગાર આપવામાં આવ્યો નથી.રોજમદારો પગાર ન આપવામાં હાલત કફોડી બની ગઈ છે.રોજમદારો દ્વારા પગારને લઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું.તેના કારણે આજે રોજમદારો આજે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. અને તાળાબંધી કરવામાં આવતા અધિકારી અને રોજમદારો વચ્ચે ઉગ્ર માહોલ જોવા મળ્યો હતો.નસવાડીમાં સ્ટેટ લાઇટની કામગીરી કરતા વાયરમેનને પગાર ચૂકવવામાં આવ્યો નથી.ગ્રામ પંચાયત પાસે સ્ટેટ લાઇટની કામગીરી કરવા માટે સામાન માંગવામાં આવતા તલાટી અને વહીવટદાર દ્વારા જણાવવામાં આવે છે કે મંગાવ્યું છે.પરંતુ છ મહિના થઈ ગયા છે પણ સ્ટેટ લાઇટનું આજ દીન સુધી સામાન આવ્યું નથી.સફાઈ કામગીરી કરતા રોજમદારો પણ દોઢ વર્ષના પૌત્રનું ઓપરેશન કરવાનું હતું તેઓ પગાર લેવા માટે દંપતી બેસી રહ્યા હતા.પગાર ન મળતા સફાઈ કરનાર દંપતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતું.પગાર ન ચૂકવવામાં આવતા નગરમાં લાઈટ.પાણી બંધ રહેશે.આજે રાધણછઠનો તહેવાર છે અને ત્યારે પગાર આપવામાં આવ્યો નથી જેના કારણે આજે ગ્રામ પંચાયતની તાળાબંધી કરવામાં આવી છે.
હું વાયરમેનનું કામ કરું છું અને અમને છ મહિનાઓથી પગાર આપવામાં આવ્યો.અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતા પગાર આપવામાં આવ્યો નથી .તેના કારણે અમે બધા રોજમદારો ભેગા મળીને ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે. અમને વહેલી તકે પગાર ચૂકવવામાં આવે તેવી અમારી માંગ છે.
@RIYAZ QURESI, NASVADI
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8