@પરેશ પરમાર, અમરેલી
અમરેલી જિલ્લામાં 9 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના(Peacock) મોત થતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. જાફરાબાદ તાલુકામાં આવેલ દુધાળા ગામમા આવેલ વાડી વિસ્તારમાં એક સાથે 9 જેટલા મોરના મૃતદેહ મળી આવતા વનવિભાગને જાણ કરતા જાફરાબાદ રેન્જના આર.એફ.ઓ.સહિત વનવિભાગનો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો અને સ્થાનિક કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરી હતી.
9 જેટલા રાષ્ટ્રીય પક્ષીઓના(Peacock) મોતથી પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે બીજી તરફ જાફરાબાદ વનવિભાગ દ્વારા મોરનો મૃતદેહ કબજે લઈ જાફરાબાદ તાલુકાના બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં ડોકટર ટીમ દ્વારા તેમનું પી.એમ કરવામાં આવશે અને ત્યારબાદ રિપોર્ટ આવ્યા બાદ ક્યાં કારણોસર મોરના મોત થયા છે તે નક્કી થશે હાલમાં વનવિભાગ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે મોર દ્વારા કોઈ ખોરાક ખવાયો છે કે કેમ? અથવા તો અન્ય કોઈ પાણી પીવાના કારણે મોત થયા છે કે કેમ સહિત અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
જાફરાબાદ આર.એફ.ઓ.વાઘેલાનો સંપર્ક કરતા કહ્યું 9 મોરના(Peacock) મોત થયા છે તેમનો મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ છે. મોરના મૃતદેહના પીએમ બાદ કારણ જાણી શકાશે.
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ
cyclone :વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચશો?