કાલોલ નજીક પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના કણેટિયા ગેટ પાસે દુપટ્ટાથી બાંધેલી યુવક – યુવતીની લાશો તણાઈ આવી હતી. જે અંગેની જાણ કાલોલ પોલીસને થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી કાલોલ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને મૃતકોને બહાર લાવી પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ યુવક યુવતીની કોઈપણ ઓળખ છતી નહીં થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકે કાળા રંગની શર્ટ પહેરેલું છે જ્યારે યુવતીએ ભૂરા રંગનું જીન્સ અને આછા બદામી રંગનું ટોપ પહેરેલું છે. યુવક – યુવતી અંગેની ઓળખ છતી થાય તો કાલોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.
ઉન્મેષ એસ. શાહ