@paresh parmar, amreli
અમરેલી જિલ્લામાં ન્હાવા પડવાથી મોતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે Jafarabad તાલુકાના લુણસાપુર ગામ નજીક એક અવાવરુ પાણી ભરેલો કૂવો આવેલો છે. જયા બે પિતરાઈ ભાઈઓ ન્હાવા ગયા હતા. જે બાદ ડુબી જતા તેઓના મોત થયા હતા. બાળકો ન્હાવા ગયા બાદ પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરી હતી, પરંતુ મળતા ન હતા. જ્યારે મોડી રાતે તેમને કુવામાંથી સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢ્યા બાદ બાળકોને તાત્કાલિક રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
રવિ મેઘાભાઈ જાદવ ઉ.12,અજય વાઘાભાઈ જાદવ ઉ.12 બંને પિતરાય ભાઈને હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર દ્વારા તપાસ કરતા બંને બાળકોએ પાણીમાં ડૂબ્યા હોવાને કારણે જીવ ગુમાવી દીધો હોવાનું જાહેર કરાયુ હતું. બે બાળકોના મોત થતા પરિવારજનોમાં અને નાનકડા ગામ લુણસાપુરમાં શોકમય માહોલ ઉભો થયો હતો. બંને બાળકો કોળી સમાજના હોવાને કારણે મોડી રાતે કોળી સમાજના આગેવાનો પણ હોસ્પિટલમાં દોડી આવ્યાં હતા.
સ્ત્રીઓની આટલી ક્રૂરતાપૂર્વક હત્યા- આ અમાનવીયપણું ક્યાંથી આવે છે!
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ