અરવલ્લી જિલ્લાના મોડાસાથી રામદેવરા બાબા રામદેવ ધાર્મિક પદયાત્રાનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું,,આજના જન્માષ્ટમીના દિવસે 111 ફૂટના નેજા સાથે 500 પદયાત્રીઓ રામદેવરા તરફ પ્રયાણ કર્યું..
વિઓ- મોડાસાના બ્રહ્મલીન મહંત 108 ચંદુનાથજી યોગીની નિશ્રામાં 39 વર્ષ અગાઉ જન્માષ્ટમી પર્વના પાવન દિવસે મોડાસાથી રણુજા 800 કિમિ પ્રથમ ધાર્મિક પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા સતત 39માં વર્ષે 500 થી વધુ પદયાત્રીઓ સાથે 111 ફૂટના નેજા સાથે જન્માષ્ટમીના દિવસે મોડાસા થી પ્રશ્થાન કર્યું,, આ પદયાત્રા સંઘ 12 દિવસમાં 800 કિમિ અંતર કાપી રામદેવરા પહોંચશે,, સંઘ મોડાસા થી પ્રસ્થાન કર્યા બાદ અન્ય સ્થળો પરથી વધુ પદયાત્રીઓ આ સંઘ સાથે જોડાઈ ધન્ય બનશે,, મોડાસા રામદેવ મંડળ સંઘના બ્રહ્મલીન મહંત 108 ચંદુનાથજી યોગીના પુત્ર મહંત ધર્મેન્દ્રનાથજી યોગી અને મહંત જશવંતનાથજી યોગીના નેજા હેઠળ 39મી મોડાસા થી રામદેવરા પદયાત્રાનું જન્માષ્ટમીના આજના દિવસે મોડાસા શહેરમાંથી સંતો-મહંતો અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની અને જીલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કર્યું,, 800 કિમિ પદયાત્રામાં 500 થી વધુ પદયાત્રી ભક્તજનો 111 ફૂટના નેજા સાથે 12 દિવસ પદયાત્રા કરી ગણેશચતુર્થીએ અલખના ધામે રામદેવરા પહોંચી બારબીજના ધણીના ચરણે શીશ નમાવી ધન્ય બનશે..
ઋતુલ પ્રજાપતિ અરવલ્લી
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8