- બિલ્ડર સાથે વાતચીત કરી સોદો રદ કરાવ્યો! વિધર્મીને મકાન નહીં વેચવા બિલ્ડરે ખાતરી આપી!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીની રામકો સોસાયટીમાં હિંદુઓ વસતા હોય જ્યાં બિલ્ડરે એક મકાન વિધર્મીને વેચી દીધું હતું સ્થાનિકોના વિરોધ છતાં મકાનનો સોદો કરતા કરણી સેનાની મદદ માંગવામાં આવી હતી જેથી કરણી સેનાના આગેવાનો તુરંત દોડી ગયા હતા અને બિલ્ડર સાથે વાતચીત કરી સોદો રદ કરાવ્યો હતો.
મોરબીની રામકો સોસાયટીના પ્રમુખ અને સોસાયટીના આગેવાનોએ શ્રી રાજપૂત કરણી સેનાના જીલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ જયદેવસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો રામકો સોસાયટીમાં હિંદુઓ વસતા હોય જ્યાં બિલ્ડર દ્વારા વિધર્મીને મકાન દેવામાં આવ્યું હોવાનું જણાવી મદદ માટે પોકાર કર્યો હતો જેથી રાજપૂત કરણી સેનાના આગેવાનો દોડી ગયા હતા અને બિલ્ડર સાથે વાતચીત કરી હિંદુઓ વસતા હોય ત્યાં વિધર્મીને મકાન ના વેચવું જોઈએ તેવી સમજાવટ કરી હતી જેથી બિલ્ડર પણ માની ગયા હતા અને સોદો રદ કરવાની ખાતરી આપી હતી
જે મકાનનો સોદો રદ થતા રામકો સોસાયટીના આગેવાનો અને તમામ રહીશોને રાહત મળવા પામી હતી જે સુંદર કામગીરીમાં શ્રી રાજપૂત કરણી સેનાના તાલુકા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા, શહેર પ્રવક્તા યુવરાજસિંહ રાણા અને જીલ્લા મહામંત્રી કુલદીપસિંહ જાડેજા તેમજ અશોકસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.