environment: જેમ જેમ શહેરો વિકસતા જાય છે તેમ તેમ હરિયાળી ઘટતી જાય છે. કોંક્રિટના જંગલો વધતા જાય છે. ઉનાળામાં દરેક ચાર રસ્તે ઉભા રહેતા વાહન ચાલકો છાંયડો ગોતે છે. પરંતુ ઘર આંગણે વૃક્ષ કોઈને ગમતું નથી. તેમાંથી ખરતા પાંદડા કચરો લાગે છે. દર વર્ષે પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પ્રદૂષણના કારણે મૃત્યુના આંકડા પણ વધતા હોવાનું તારણ સામે આવ્યું છે. જો આપણે અત્યારે સાવચેતી નહીં રાખીએ તો આવનારા કેટલાક વર્ષોમાં સ્વચ્છ હવા શ્વાસ લેવા માટે કદાચ પર્વતો અને જંગલો પણ નહિ બચે. પ્રદૂષણની અસર નવા જન્મેલા બાળકો પર પણ જોવા મળે છે.
Pollution માટે સૌથી મોટું કારણ વનમાંથી વનવાસીઓનું સ્થાનાંતરણ છે. હવે વનમાં રહેતા વનવાસી પ્રજા પણ જંગલો અને પ્રકૃતિથી દૂર થઇ રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશ્વભરના પર્યાવરણવાદીઓ પર્યાવરણની(environment) જાળવણીની ચિંતા કરે છે, શહેરોમાં રેલીઓ કાઢવામાં આવશે અને ગ્લોબલ વોર્મિંગ વગેરે મુદ્દાઓ પર ચર્ચાઓ પણ યોજવામાં આવશે. પરંતુ ભાગ્યે જ ક્યાંય કોઈ વ્યક્તિ ખરેખર પર્યાવરણના સાચા રક્ષકો એટલે કે વનવાસીઓની વિષે ચર્ચા કરતું જોવા મળશે. હજારો વર્ષોથી, વનવાસીઓએ જંગલોમાં કે જંગલની નજીક રહેતા જીવનની સરળતા અને કળાઓ અપનાવી છે. આદિવાસીઓએ જંગલમાં ખેતી કરવાના રસ્તાઓ શોધી કાઢ્યા છે. વનવાસીઓએ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના તેમનું જીવન સરળ બનાવ્યું છે.
આકાશમાં ઉડતા પતંગિયાઓને જોઈને પેસિફિક ટાપુઓના આદિવાસીઓ અનુમાન લગાવી શકે છે કે તે દિવસે સાંજ સુધી હવામાન કેવું હશે. વરસાદ પડશે કે તડકો પડશે? અથવા જોરદાર તોફાન આવશે. હવામાનની આગાહી માટે તેમની આગાહીઓ 100% સાચી સાબિત થાય છે, પરંતુ કમનસીબે આ પ્રકારનું જ્ઞાન લુપ્ત થવાના આરે છે કારણ કે પર્યટનના વિકાસ પછી બહારના લોકો આવવા લાગ્યા છે, શહેરીકરણ શરૂ થયું છે. આદિવાસીઓના બાળકો બહારની દુનિયા સાથે સંપર્કમાં આવી રહ્યા છે અને યુવાનો રોજગાર મેળવવાના નામે ઘર છોડીને શહેરોમાં જવા લાગ્યા છે. જો કે છેલ્લા એક દાયકામાં આ વિસ્તારમાંથી આદિવાસીઓની હિજરતની ઝડપ વધી છે. હકીકતમાં જ્યારે પણ વિકાસ નામનો રાક્ષસ અંતરિયાળ વિસ્તારોમાં પ્રવેશે છે ત્યારે ત્યાંની સ્થાનિક પરંપરાઓનું વિઘટન પણ શરૂ થઈ જાય છે.
સદીઓ એ હકીકતની સાક્ષી છે કે જ્યારે પણ જંગલ વિસ્તાર કે સમુદાયના લોકોમાં કોઈ વિદેશી વિચાર કે રહેણીકરણી પ્રવેશ કરે છે ત્યારે તેની સીધી અસર આદિવાસીઓની સંસ્કૃતિ પર પડે છે. વિકાસના નામે વનવાસીઓની જમીનો છીનવી લેવામાં આવી, ડેમ બાંધવાના નામે તેમને વિસ્થાપિત કરવામાં આવ્યા અને દુર્ભાગ્ય એ છે કે આ તમામ વિકાસના પ્રયાસો આદિવાસી વિકાસના નામે થયા છે, પરંતુ હકીકત શું છે આપણે જાણીયે છીએ. જે વિકાસ ની વાતો છે તેમાં પર્યાવરણ અને પર્યાવરણને સાચવતા વનવાસીઓનું નિકદંન નીકળી રહ્યું છે. આ વિકાસ બહારની દુનિયાના લોકોને વધુ અને આદિવાસીઓએ ઓછો હિતકર્તા હોય છે. સદીઓથી જંગલમાં વસતા આદિવાસીઓ જંગલના પ્રાણીઓ માટે ક્યારેય ખતરો બન્યા નથી. પ્રાણીઓના રક્ષણના નામે જંગલમાં ફરતી એજન્સીઓ જંગલને બચાવવા માટે સૌથી મોટો ખતરો છે. શહેરીજનો ચોક્કસપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરશે, પરંતુ સારું રહેશે કે બાકી રહેલા વૃક્ષોને બચાવવાની પહેલ સૌપ્રથમ કરવામાં આવે, કારણ કે વૃક્ષો એટલા સક્ષમ છે કે તેઓ પોતાની આગામી પેઢીને જાતે તૈયાર કરી શકે છે. જો આપણે મનુષ્યો આપણી વિચારસરણી બદલીએ તો… જ.
પર્યાવરણનો(environment) સૌથી મોટો દુશમન છે વિકાસ
અરવલ્લી/ ધનસુરા તાલુકા વિસ્તારમાં અજગરનો દેખાડો(python)
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, પતરાંના શેડ ઉડ્યા
Godhra ન.પાલિકા પાસે પૈસા નથી ના સત્તાધીશોના ઉધ્ધત જ્વાબોમાં નિવૃત કર્મચારીઓ પણ બેહાલ…..
ACCIDENT/ ઉના કંસારી રોડ પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત, કારનો બુકડો બોલી ગયો.
Kadana મામલતદાર કચેરીના સરકારી ધાબા ઉપર થર્ટી ફર્સ્ટની શેખી મારતી ઉજવણી ભારે પડી…..