#RUTUL PRAJAPATI
શામળાજીમાં ગુરુવારે રક્ષાબંધન મનાવવામાં આવી હતી. જેને લઈ વહેલી સવારે મંદિર વહેલી સવારે 5 વાગ્યે ખોલવામા આવ્યુ હતુ.ભગવાન શામળીયાને સુંદર શણગાર સજાવવામાં આવ્યો હતો. ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગાર સજાવવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં પણ ભક્તોની ભીડને લઈ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
પ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે આજે ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટી પડી છે. શામળિયા ભગવાનને આજે ભક્તોએ રાખડી અર્પણ કરીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટવા લાગી હતી. શામળાજી ભગવાનના દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યારે ભગવાનને રાખડી અર્પણ કરવાનો સમય સવારે સાત કલાકે રાખવામાં આવ્યો હતો.
Shamlaji: શામળાજી મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી, ભગવાનને સોનાની રાખડી અર્પણ કરાઈ#RakshaBandhan pic.twitter.com/IXRVlcHFBp
— 1nonlynews.com (@1nonlynews) August 31, 2023
રક્ષાબંધનને લઈ ભગવાનને સુવર્ણ રાખડી અર્પણ કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે રાખડી અર્પણ કરવા માટે દૂર દૂરથી ભક્તો વહેલી સવારે 7 વાગ્યાના સમયે મંદિરે ઉમટ્યા હતા. શામળાજીમાં ગુરુવારે રક્ષાબંધન મનાવવામાં આવી હતી. જેને લઈ વહેલી સવારે મંદિર વહેલી સવારે 5 વાગ્યે ખોલવામા આવ્યુ હતુ.ભગવાન શામળીયાને સુંદર શણગાર સજાવવામાં આવ્યો હતો. ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગાર સજાવવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં પણ ભક્તોની ભીડને લઈ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
શામળાજી મંદિર ખાતે પૂનમની ઉજવણી આજે કરવામાં આવી છે. આજે ગુરુવારે પુર્ણિમા મનાવવા સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી પણ શામળાજી ખાતે આજે કરવામાં આવી રહી છે. ગુરુવારે ભક્તોએ પણ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવવા સાથે રાખડી અર્પણ કરી છે. ભગવાન શામળિયાને રાખડી અર્પણ કરવાની પરંપરા રક્ષાબંધન નિમિત્તે વર્ષોથી રહેલી છે. અહીં ભક્તો સોના-ચાંદી સહિતની સુંદર અવનવી રાખડી ભગવાન શામળિયાને અર્પણ કરતા હોય છે.
સુવર્ણ રાખડી આજે ભગવાન શામળિયાને અર્પણ કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ પ્રકારે તૈયાર કરેલ સુંદર રાખડી ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભગવાન શામળિયાને સુંદર શણગાર સજાવવામા આવ્યો હતો. બળેવને લઈ આજે સુંદર વસ્ત્રો સજાવવા સાથે ભગવાન શામળિયાને સુંદર મજાના સુવર્ણ આભૂષણોથી સજાવવામાં આવ્યા હતા. જેના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા.
પ્રફુલ પટેલે કર્યા દર્શન
લક્ષદ્વીપ, દીવ-દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે શામળાજી મંદિરે દર્શન કર્યા હતા. પ્રશાસક પ્રફુલ પટેલ રક્ષા બંધન નિમિત્તે દર્શન કરવા માટે ગુરુવારે શામળાજી પહોંચ્યા હતા. તેમની સાથે અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8