અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના EOW ગેટ પાસે મહિલાનો મૃતદેહ મળી આવવાનો મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.જેમાં મૃતક મહિલા પાસેથી ડાયરી મળી આવી છે, જેમાં EOW ના PI બી.કે.ખાચરના નામનો ઉલ્લેખ જોવા મળ્યો.જોકે છેલ્લા ચાર વર્ષથી PI બી.કે.ખાચર અને મૃતક મહિલા એકબીજાના સંપર્કમાં હતા. આ મામલે પોલીસ અધિકારનું ભેદી મૌન પણ અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. નોઁધનીય છે કે હવે આ મામલે નવો શું વળાંક આવે છે તે હવે જોવાનું રહ્યું?
ડાયરી મુજબ મહિલા ૪ વર્ષથી પીઆઈના પ્રેમમાં હતીઅને PI બી.કે ખાચર દ્વારા સબંધ ઓછા કરી દેતા યુવતી EOWમાં પીઆઈ ખાચરને મળવા આવી હતી.મહત્ત્વનું છે કે અમદાવાદ ક્રાઇમબ્રાંન્ચના પ્રાંગણમાં 32 વર્ષીય વૈશાલીબેન જોશીનું મોત નિપજ્યુ છે. વૈશાલીબેન ડોક્ટર હતા.
શિવરંજની વિસ્તારમાં આવેલા એક પીજીમાં રહેતા હતા. મળતા અહેવાલ પ્રમાણે મૃતક મહિલા છેલ્લા ચાર વર્ષથી PI બી.કે ખાચર સાથે સતત સંપર્કમાં હતી, ડૉ .વૈશાલી જોશી મૂળ મહિસાગર જિલ્લાના વીરપુર પાસેના ડભેડીની રહેવાસી હતા. અગાઉ પીઆઈ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પીઆઈ બી.કે ખાચર દ્વારા સબંધ ઓછા કરી દેતા યુવતી EOW મળવા આવી હતી.
ગાયકવાડ હવેલી ક્રાઇમ બ્રાન્ચમાં મહિલાના આપઘાત કેસમાં એ ખુલાસો થયો છે કે કે જેમાં PI ખાચર અને મહિલા ડોકટર વચ્ચે પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું છે, મૃતકના પિતાનું અવસાન થયું છે. મહિલાના પરિવારમાં માતા અને બે બહેનો છે. જેમાં એક બહેન વડોદરા વસવાટ કરે છે અને એક બહેન કેનેડામાં વસવાટ કરે છે. આ મહિલાના મોત બાદ 15 પન્નાની સુઇસાઈડ નોટમાં પ્રેમ સંબંધ હોવાના ખુલાસા થયા છે. આ મુદ્દે પોલીસ અધિકારીઓ મૌન સેવ્યું છે, પણ પોલી તંત્રે સુઇસાઈડ નોટના આધારે P.I. વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ આદરી છે.