- હારીજ સસ્તા અનાજની દુકાન ના સંચાલકોએ મામલતદારને આપ્યું આવેદન
પાટણ પાર્થો અલ્કેશ પંડ્યા
રાજ્ય માં સસ્તા અનાજની દુકાન ના સંચાલકોની વર્ષો જૂની પડતર માંગણીઓ નો હજુ સુધી ઉકેલ નહિ આવતા હવે દિન દયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનો ના સંચાલકો ની ધીરજ ખૂટી છે અને હવે સરકાર તેમજ પુરવઠા વિભાગ સામે અસહકાર તેમજ આંદોલન ના શ્રી ગણેશ કર્યા છે તેમની હડતાળ ના કારણે રેશન કાર્ડ ધારકો ને અનાજ મેળવવા તકલીફ પડે તો નવાઈ નહી
આ અંગે આજે હારીજ તાલુકા ના સસ્તા અનાજની દુકાનના સંચાલકો એ પોતાની પડતર માંગણીઓ નો ઉકેલ નહિ આવતા હવે તેઓ સરકાર સામે બાંયો ચઢાવતા આજે હારીજ મામલતદાર ને તેમની પડતર માંગણીઓ ને સરકાર યોગ્ય નિર્ણય લે તેવી લેખિતમાં રજૂઆત કરી આવેદન આપ્યું હતું
અને સરકાર હજુ પણ નહિ જાગે તો અગામી સપ્ટેમ્બર નો રાશન નો જથ્થો નહિ ઉઠાવે અને તેના કારણે ગરીબ લોકો ના ચુલ્લા પર રસોઈ નહિ થાય તો તેની જવાબદારી પુરવઠા વિભાગ ની રહશે તેવું સંચાલકો એ આક્રોશ પૂર્વક જણાવ્યું છે
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8