- ટ્રસ્ટીઓએ પ્રાંત અધિકારીને આવેદન આપી ગંદકી દૂર કરાવવા રજૂઆત કરી
@sachin pithva, surendranagar
લીંબડી ભોગાવા નદીના કિનારે આવેલા પૌરાણિક જગદીશ આશ્રમ મંદિર નજીક ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. ધાર્મિક સ્થળ નજીક નર્કાગાર સ્થિતિનું નિર્માણ થતાં આશ્રમના ટ્રસ્ટીઓ, સેવકો અને ભક્તોએ પ્રાંત અધિકારીને આવેદન આપી સમસ્યાનું નિરાકરણ
લીંબડી જગન્નાથ આશ્રમના ટ્રસ્ટીઓ, સેવકો અને ભક્તો તાલુકા સેવા સદન કચેરી ખાતે દોડી આવ્યા હતા. પ્રાંત અધિકારી યોગરાજસિંહ જાડેજાને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે જગદીશ આશ્રમ નજીકના વિસ્તારોમાં રહેતા લોકો મંદિર સામે છાણિયું ખાતર નાખી ઉકરડા કરે છે. જેના કારણે મંદિર સામે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.
દર્શને આવતા ભાવિકો અને મંદિરના પૂજારી, સેવકો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી જાય છે. ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. ગુરુપૂર્ણિમાનો તહેવાર નજીક આવી રહ્યો છે. ગુરુપૂર્ણિમાને દિવસે જગદીશ આશ્રમમાં હજારો ભાવિકો દર્શને આવશે. એ પહેલાં સમસ્યા દૂર કરાવી આપવા રજૂઆત કરવામાં આવી છે.
ધોળાવીરા – સિંધુ સંસ્કૃતિનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ
નરેન્દ્ર મોદી એક વૈશ્વિક નેતા : અમેરિકાએ પણ સ્વીકાર્યું
Which is More Beneficial for the Stomach and What is the Right Way to Eat It?
શું ટાઇટન સબમરીનમાં Catastrophic implosionને કારણે વિસ્ફોટ થયો હતો? જાણો શું છે આ