(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા માળીયા (મીયાણા) તાલુકાના હરીપર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં વિવિધ ગામના ૧૬૦ જેટલા વિદ્યાર્થીઓને ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.તો ૪૦૦૦ જેટલા ટી શર્ટનું વિતરણ કરવામાં આવરનાર હોવાનું જણાવ્યું છે.પર્યાવરણને પ્રોત્સાહિત કરવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે મોરબી જીલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડના એમડી હીરેન્દ્રસિંહજી ઝાલા, મામલતદાર માળિયા (મિંયાણા) શાંતીબેન આહિર, ટી.ડી.ઓ માળિયા(મી) રીઝવાન કોનધીયા,માળિયા (મી.) તાલુકાના મીઠા ઉદ્યોગકારો અને હરીપર ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડના એમડી હીરેન્દ્રસિંહ ઝાલા દ્વારા બધા અતિથિઓને આવકારવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં કંપનીના અધિકારી વિવેક ધ્રુણા દ્વારા ઉપસ્થિત અતિથી ગણને કંપની દ્વારા માળિયા તાલુકાના ગામોમાં કરવામાં આવતી વિવિધિ સેવાકીય પ્રવૃતિઓ જેવી કે એજ્યુકેશન, મેડીટેશન, શેનીટેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર અને પર્યાવરણ લક્ષી શિક્ષણ વિશે માહિતી અપાઇ હતી. ત્યારબાદ અતિથિઓ દ્વારા માળિયા, દેવગઢ (નવા અને જુના), જાજાસર, બગસરા, વાંઢયા, જંગી અને આંબલીયારા સહિતના ગામોના વિદ્યાર્થીઓને ટી-શર્ટ તથા જોય બોક્સ ( નાસ્તા ) નું વિતરણ કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે વર્ષ ૨૦૧૪માં પણ કંપની દ્વારા વિખ્યાત કથાકાર મોરારીબાપુના વરદ હસ્તે આ જ પ્રકારે ટીશર્ટનું વિતરણ કરાવવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા કાલેકટર જી.ટી. પંડ્યાએ ઉપસ્થિત મહેમાનો તથા વિદ્યાર્થીઓને સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિશે જાણકારી આપી હતી અને કંપની દ્વારા સામાજિક તથા સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી અને આ કાર્યક્રમો યોજવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવ સોલ્ટના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજાના નેતૃત્વ હેટળ કંપની ના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા, જયરાજસિંહ જાડેજા, રાજેશ પરમાર, રવિ ડાંગર, જય બોરીચા, કુલદીપ બોરીચા અને અનમોલ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ મંદિરની દાનપેટીમાં નાખેલા કવરમાંથી નીકળ્યા આટલા પૈસા, ગુર્જર સમુદાયને આપી ભેટ
વિશ્વના આ 10 દેશો સૌથી વધુ સોનું ઉત્પાદન કરે છે, જાણો ભારતમાં કેટલો વપરાશ થાય છે
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvd
રાજકોટ/ Hit & Runની ઘટના, પિતા-પુત્રના મોત, માતા-પુત્રી ઈજાગ્રસ્ત
જૂનાગઢ/ ન્હાવાનું ગમતુ ન હોવાથી બાળક કારમાં સંતાયો, ગુંગળાઈ જતા ગુમાવ્યો જીવ
હવેથી જૂની નંબર પ્લેટ બદલાવવા ખિસ્સા કરવા પડશે ખાલી, ફીમાં ત્રણ ગણો વધારો
અમદાવાદના જાણીતા બિલ્ડરને ઓનલાઇન મિત્રતા 62 લાખમાં પડી