જૂનાગઢ તથા માણાવદર ખાતે યોજાયેલ જનમંચ થી અમિતભાઇ ચાવડા નો હુંકાર ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિન થી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “ જનમંચ ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
આ કાર્યક્રમના ભાગ હેઠળ તારીખ: ૨૭/૦૫/૨૦૨૩ શનિવાર, જૂનાગઢ તથા માણાવદર ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી.
જનતાની અવાજને બુલંદ કરવા, “ જનમંચ ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું ,
જેમાં જૂનાગઢ ખાતે “જનમંચ” કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
૧. TP માં ૪૦% કપાત કરીને આચરેલો ભ્રષ્ટાચાર.
૨. મજેવાડી ગામની નદીમાં પ્રદૂષિત પાણીના લીધે ખેતીને મોટું નુકશાન.
૩. કપાસના ભાવ ૨૦૦૦ થી ૨૫૦૦ થી ઘટીને ૧૪૦૦ રૂ. પહોંચ્યા, ખેડૂતોને મોટું નુકશાન પણ સરકાર તરફથી કોઈ સહાય નથી મળતી.
૪. ગૌચરની જમીન સંપાદનના નામે ખૂબ મોટો ભ્રષ્ટાચાર.
૫. કોર્પોરેશન અને રેવન્યુ બંને જગ્યાએથી ટેકસ વસૂલવામાં આવે છે જે યોગ્ય નથી.
૬. પીવાનું પાણી નથી મળતું પણ દારૂ બધે મળે છે જેથી મહિલાઓની સલામતી જોખમાય છે.
૭. મોંઘા શિક્ષણને લીધે ડ્રોપ આઉટ નો રેશિયો વધ્યો.
૮. BPL સર્વે ૨૦૧૧ માં થયો હતો, એ પછી કોઈ સર્વે નથી જેના લીધે જરૂરત વાળા લોકો સુધી સહાય પહોચતી નથી.
૯. સુજલામ સુફલામ્ યોજના અને ઓજસ તથા ઓપન નદીમાં મોટો ભ્રષ્ટાચાર, રેતી ખનન નો ગેરકાયદે વેપાર.
૧૦.માંગરોળ અને આસપાસના ગામોમાં રી-સર્વેના કામમાં ગોટાળા, કામ જલ્દી પૂરું કરવા માંગણી.
૧૧. કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પડેલા માર માં પણ સરકાર તરફથી કોઈ સહાય નથી.
૧૨. ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી નદીમાં વહેવડાવામાં આવે છે.
૧૩. ભાજપના રક્ષણથી બેફામ બનેલા ભૂમાફિયાઓ, ગેરકાયદેસર ખનિજનું ખનન મોટા પાયે ચાલુ.
૧૪. નવા ગામતળની નકલ નીકાળવામાં પણ લોકોને મુશ્કેલીઓ.
૧૫. માછીમારો ના ડીઝલ માંથી સબસિડી પણ કાઢી નાખવામાં આવી.
૧૬. ક્રેડિટ સોસાયટી માંથી FD નાં પૈસા પણ મળતા નથી.
સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.
માણાવદર ખાતે “જનમંચ” કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
૧. APMC નું બિલ્ડિંગ જર્જરિત અવસ્થામાં, કોઈ પણ પ્રકારના શેડ ની વ્યવસ્થા નથી
૨. GIDC બનાવવાની બહોળી માંગ, સ્થાનિક યુવાઓ રોજગાર થી વંચિત.
૩. મેંદરડા શહેર મધુમતી નદી પર થી પસાર થતાં બ્રિજ નું કામ બંધ છે જે સત્વારે ચાલુ કરાવવુ
૪. તલાટીઓ તેમજ તાલુકા પંચાયતમાં સ્ટાફની અછત,
૫.CHC સેન્ટરમાં અધિક્ષકની નિમણુંક નથી થઈ રહી, નગરજનોના આરોગ્ય સાથે છેડા.
૬. સિટીમાં સર્વે અધિકારી ન હોવાથી સામાન્ય લોકોને હાલાકી નો સામનો કરવો પડે છે.
૭. ગ્રામ પંચાયતમાં VC ની કાયમી નિમણુંક કરવી.
૮. SC વિદ્યાર્થીઓ ની ૨૦૨૨ ની સ્કોલરશીપ બાકી.
૯. ૨૦૧૯ નો પાક વીમો હજુ સુધી ચુકવવા માં આવ્યો નથી.
૧૦. નાના ચેકડેમ, તળાવ ઊંડા કરવાની ખાસ જરૂરીયાત.
૧૧. બેફામ ગેરકાયદેસર ખનન, ખનન માફીયાઓ ની દાદાગીરી
૧૨. માણાવદર નગરપાલિકામાં ૬ દિવસ પાણી મળે છે, લોકો પાયાની સુવિધાથી પણ વંચિત.
૧૩. નગરપાલિકામાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા નિષ્ફળ, લોકોને પડતી હાલાકી.
૧૪. ભાજપના લોકો જ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરે છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિષ્ફળ.
૧૫. BPL યાદીનો સર્વે નથી થતો.
૧૬. સસ્તા અનાજની દુકાનોમાં ભાજપના મળતિયાઓને ભ્રષ્ટાચાર.
આ પ્રશ્નો ની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી ની સમસ્યા બાબત પોતાની રજૂઆતો કરી હતી.
ખુબ મોટી સંખ્યા માં જૂનાગઢ તથા માણાવદર ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.
જૂનાગઢ તથા માણાવદર જિલ્લા-તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા , પૂર્વ ધારાસભ્ય રૂત્વિક મકવાણા, ધારાસભ્ય સોમનાથશ્રી વિમલ ચુડાસમા, ધારાસભ્ય માણાવદર અરવિંદ લાડાણી, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષી, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, જિલ્લા વરિષ્ઠ આગેવાન હીરાભાઈ જોટવા, જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખ, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.