મોહસીન દાલ , ગોધરા
દાહોદ થી વડોદરા જવા નીકળેલી એસ.ટી.બસના કંડકટર શનાભાઈ ચાવડા ખુદ દારૂ પીને ફરજ દરમિયાન ચાલુ બસે મુસાફરો સાથે અસભ્ય વર્તન કરતા સર્જાયેલ આ હોબાળાના પગલે એસ.ટી.બસના ડ્રાઇવરે સમય સુચકતાની ગંભીરતા સમજીને બસને ગોધરા એસ.ટી. ડીવીઝનમાં લાવીને કંડકટર દારૂ નશામાં ચકચાર હોવાની જાણ કરતા કંડકટર શનાભાઇ ચાવડાને ગોધરા એ ડીવીઝન પોલીસના હવાલે કર્યો હતો. જો કે ગોધરા ડીવીઝનના સત્તાધીશોએ દારૂના નશામાં એસ.ટી. બસમાં ફરજ પર હાજર થઈને મુસાફરો સાથે ગેરવર્તુણક કરનાર કંડકટર શનાભાઇ ચાવડાને સસ્પેન્ડ કરી દીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના પારેવા ગામે રહેતા રાજેશભાઈ દાનીયેલ સંગાડા દાહોદ એસ.ટી.ડેપોમાં બસચાલક તરીકે ફરજ બજાવે છે. ગતરોજ તેઓ દાહોદ વડોદરા રૂટની બસ લઈને કંડકટર શનાભાઈ ઉદેસિંહ ચાવડા સાથે સાંજના સુમારે નીકળ્યા હતા. જે દરમ્યાન રાત્રીના અરસામાં ચંચેલાવ ગામ નજીક મુસાફરોએ કંડકટર સાથે રકઝક કરી હતી. જેને લઈને બસચાલક દ્વારા બસ થોભાવીને મુસાફરોને અન્ય બસમાં બેસાડીને રવાના કરવામાં આવ્યા હતા. જ્યારે એસ.ટી.વિભાગના અધિકારીઓની ટેલીફોનીક સૂચનાને પગલે ચાલક રાજેશભાઈ બસને કંડકટર સાથે એસ.ટી. ડેપો ખાતે લાવ્યા હતા. જ્યાં એસ.ટી. વિભાગના અધિકારી દ્વારા કંડકટર શનાભાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેને પગલે રાજેશભાઈ સંગાડા બસ સાથે ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં કંડકટર શનાભાઈ ઉદેસિંહ ચાવડા નશાની હાલતમાં હોવાનું ફલિત થયું હતું.જેને પગલે તેઓ સામે ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દાહોદ-વડોદરા એસ.ટી.બસમાં દારૂ પીધેલા કંડકટરે મુસાફરો સાથે કર્યું અશોભનીય વર્તન, પોલીસના હવાલે કરીને સસ્પેન્ડ કરાયો
Related Posts
Add A Comment