@સુલેમાન ખત્રી – છોટાઉદેપુર
28 મે ના રોજ મોડી સાંજે ભારે કડાકા ભડાકા સાથે વાવાઝોડું તેમજ કમોસમી વરસાદને કારણે જીલ્લામા કેળાનો પાક પકવતા ખેડૂતોનો તૈયાર થયેલો પાક નમી જતા ઉખડી જતા કેળમા નુકસાન ને કારણે જગતનો તાત ફરી મુશ્કેલી મા મુકાયો છે
જીલ્લામા ફરી એક વખત કમોસમી વરસાદ તેમજ વાવાઝોડા બાદ નુકશાની ના દૃશ્યો સામે આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં 6 થી 7 હજાર હેક્ટર માં કેળ ની ખેતી કરવામાં આવે છે
બોડેલી તાલુકા ના માકણી ની આસપાસના ગામો,જબૂગામ ની આસપાસના ગામો ચલામલી ,સાલપુરા સહિત વિસ્તારો માં કેળ ની ખેતી માં નુકશાન થયાનું સામે આવ્યું છે જ્યાં સૌથી વધુ કેળ નો પાક કરવામાં આવે છે તે પાક માં નુકસાન થયાનું જણાવી રહ્યા છે
છોટાઉદેપુર જીલ્લામાં કેળની ખેતી કરતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે છોટાઉદેપુરમા ખાસ કરીને બોડેલી તેમજ સંખેડા તાલુકામાં કેળ ની ખેતી વધારે કરવામા આવે છે જેમાં બોડેલી તાલુકા ના માકણી ,જબૂગામ ચલામલી સહિત વિસ્તારો માં કેળ ની ખેતી માં નુકશાન થયું છે.
કેટલાય ખેડૂતોના ખેતરમાં કેળ ના તમામ છોડ નમી પડયા હોય તૈયાર થયેલ મોઢા માં આવેલ કોળિયો ખેડૂતો છીનવાયો ખેતી માં કરેલ ખર્ચ માથે પડ્યો કેળ ની ખેતી બાગાયતી ખેતી ગણાય છે જેના કારણે નુકશાની નું વળતળ આપવા માં આવતુ નથી પરંતુ કુદરતી આફત ને લઈ થયેલ નુકશાની નું વળતર આપવા માં આવે તેવી ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે
વાવાઝોડા મા થયેલા કેળાના ઉભા પાકમા થયેલા નુકસાન જગતના તાતને આજે રડવાનો વારો આવ્યો છે સરકાર સહાય આપે તો ખેડૂત ફરી બેઠો થાય તેમ ખેડૂતો જણાવી રહ્યા છે કુદરતી આફત છે જો સરકાર અમને વળતર આપે તો નવી ખેતી અમો કરી શકીએ.
હવે જોવાનું એ રહે છે કે સરકાર પાસે સહાય ની આશ રાખીને બેઠેલા અને આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા ખેડૂતોને સહાય આપે છે કેમ…
આગામી સમયે ચોમાસા દરમ્યાન કેળા નો ભાવ વધુ આવતો હોઈ અત્રે ના ધરતી પુત્રો અખાડ શ્રાવણ મા કેળ તૈયાર થાય તે રીતે વાવેતર કરતા હોય છે કેળ નું વાવેતર કર્યા બાદ છ મહિને કેળા લાગે છે અને તે બાદ બે મહિને કેળા મા સાક પડે છે કેળુ ચોમાસા મા તૈયાર થાય તોજ ધરતી પુત્રો ને ભાવ વધારો મળે છે અને હાલ વાવાઝોડાને લઈને જે નુકસાન થયું છે તેનાથી અત્રેના ધરતીપુત્રોની હાલત કફોડી બની છે