@અરશદ દસાડીયા, મહુવા
ગુજરાત રાજયમાં વરસાદ હવે આફત બનતો જાય છે. ધોધમાર વરસતા વરસાદમાં અનેક લોકો હેરાન થઇ રહ્યા છે. તો
મહુવા તાલુકાના લોંગિયા અને કસાણ ગામ વચ્ચે પાણીના ધસમસતા પ્રવાહમાં ઇકો કાર તણાઈ હતી. જે માર્ગ ગુંદરણના તેમજ ભગુડા જવા માટેનો છે. આ રસ્તા ઉપર એક કોઝવે આવેલો છે. જે કસાણ ગામની નજીક બનાવવામાં આવેલો છે. આ કોઝવે પર ઉપરવાસમાં વરસાદના કારણે ઘોડાપૂર જેવું પાણી આવ્યું હતું અને રસ્તો સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાંના સ્થાનિક માણસો પણ રસ્તા પરથી કોઈને પસાર થવા દેતા ન હતા, પરંતુ એક ઇકો કાર ત્યાં આવી અને ડાઈવરે પાણીના પ્રવાહમાં ઇકો કાર નાખી હતી.
મહુવા/ લોંગિયા અને કસાણ ગામ વચ્ચે પાણીના પ્રવાહમાં ઇકો કાર તણાઈ, આર્મી મેને પાણીમાં કુદી જીવના જોખમે જણાને બચાવ્યા pic.twitter.com/JtL4iw7iLq
— 1nonlynews.com (@1nonlynews) July 2, 2023
ઇકો કારની અંદર પાંચ પેસેન્જર અને એક ડ્રાઇવર મળીને ટોટલ છ વ્યક્તિઓ સવાર હતા. કાર પાણીના પ્રવાહમાં નાખતા જ થોડી ચાલતા જ તણાવવા લાગી હતી અને બાદમાં કાર પાણીમાં પલટી ખાઈ ચૂકી હતી. જેના લીધે છ વ્યક્તિના જીવ તાળવે ચોટી ગયા હતા.
ઇકકો ગાડીમાં
(1) અશોકભાઈ લક્ષ્મણભાઈ બારૈયા ઉવ:-42વર્ષ
(2) જેસીંગભાઈ વાલાભાઈ સાંડીશ ઉવ-45
(3) પ્રવીણભાઈ ભીમભાઈ ગીયડ ઉવ-27
(4) રાજવીર ભાઈ પીઠાભાઈ કાગ ઉવ -21
(5) દિનેશભાઈ ભીખાભાઈ દિનેશભાઈ પીઠાભાઈ કાગ ઉવ-17
(6) બંધીબેન પીઠાભાઈ કાગ ઉવ-40
મુસાફરો સવાર હતા. જે પૈકી બંધીબેન તેમજ ગાડીના ડ્રાઇવર જેસીંગભાઇ પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલ ,જેમને આર્મી જવાન ડોડીયા વિશાલભાઈ એ પાણીમાંથી બચાવીને બહાર કાઢેલ. આ તમામને 108 ની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરીને સંપૂર્ણ સભાન અવસ્થામાં તેમના ઘરે જવા માટે રવાના કરેલ છે. આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી.
કુદરતી આફત હોય કે અન્ય કોઈ આફત હોય અથવા તો દેશમાં કોઈ પણ ઘટના હોય ત્યારે પબ્લિકની મદદે આર્મી આવતી હોય છે. ખરેખર દેશની આર્મી પોતાના જીવના જોખમે ભારતના તમામ નાગરિકનું રક્ષણ કરતી હોય તેવું આજે આ દ્રશયમાં જોવા મળ્યું હતું.