@મોહસીન દાલ, ગોધરા
ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજરોજ ગોધરા ન.પાલિકાના પ્રમુખ પદની ચૂંટણી સંદર્ભમાં રોસ્ટર ભૂલને લઈને પ્રમુખ પદ માટે અનુસૂચિત જાતિ (S.C.) માટે અનામત જાહેર કરવાના પંચમહાલ કલેકટરાય કચેરીના આદેશ સામે વોર્ડ નં.૫ ના મહિલા સદસ્ય નસીમબાનું શેખ દ્વારા દાદ માંગતી દાખલ કરાયેલ અરજીની સુનાવણીમાં ગોધરા ન.પાલિકાના પ્રમુખ પદની ચૂંટણી આવતીકાલે એટલે કે તા.૧૨મીના રોજ રોસ્ટર પધ્ધતિના અમલવારીના આદેશ સાથે યોજાશે અને રોસ્ટર અમલના ભૂલને લઈને સામાન્ય મહિલા ઉમેદવારના બદલે પ્રમુખ પદે સંજય સોનીએ સત્તા ભોગવી આ મામલે હવે વધુ આગામી તા.૨૦મીના રોજ વધુ સુનાવણી હાથ ધરવાનો આદેશ આપતા સામાન્ય મહિલા ઉમેદવાર પ્રમુખ પદની સત્તા ગ્રહણ કરે આ માટેની રાજનીતિને વધુ એક ઝાટકો લાગ્યો હોવાનો રાજકીય માહૌલ સર્જાયો છે.
જો કે ગુજરાત હાઈકોર્ટના આજના નિર્દેશને લઈને ગોધરા ન.પાલિકાના પ્રમુખ પદની ચૂંટણી પૂર્વે ભા.જ.પ. મોવડી મંડળ દ્વારા પાલિકાના સત્તાધારી ભા.જ.પ.ના સદસ્યોને પ્રમુખ પદની ચૂંટણીમાં ફરજીયાત હાજર રહીને પ્રમુખ અને ઉપપ્રમુખના મેન્ડેટ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને સમર્થન આપવાનો આદેશ કરાયો છે.સંપૂર્ણ બહુમતી સાથે ભા.જ.પ. સમર્પિત ગોધરા ન.પાલિકાના પ્રમુખ પદની આવતીકાલે યોજાનાર ચૂંટણીમાં એક સમયે મજબૂત સાબિત થયેલા અપક્ષો ચંચુપાત નહિ કરે પરંતુ ઉપપ્રમુખની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ઝંપલાવે એવી પૂર્વ રાત્રીની રાજકીય ચર્ચાઓ છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
પાવાગઢ/ હાલોલના સુરા ગામે ₹ ૨૭.૪૩ લાખના વિદેશી શરાબની ૬૫૯ પેટીઓનો જંગી જથ્થો ઝડપી પાડયો.!!