- ગઈ કાલ સાંજે જમાઈ પોતાની પત્નીને લેવા ગયો હતો પીપલેટ ગામે
- સાસુ સસરા એ પોતાની દીકરીને ના મોકલવા જણાવતા મન દુઃખી થતા ઉશ્કેરાયેલા જમાઈ એ સાસુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સારવાર દરમિયાન સાસુની થઈ મોત
- આમ હાલ દાહોદ જીલ્લામા સતત હત્યા તેમજ આત્મહત્યાનો બેફામ વધારો થતો જોવા મળી આવે છે
- ચાકલીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી
- સસરો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો
@સોહીલ એમ ધડા, ઝાલોદ
હાલ દાહોદ જીલ્લામા સતત હત્યા તેમજ આત્મહત્યાનો ગુનાઓમા રાત દિવસ સતત નોંધપાત્ર બેફામ વધારો થતો જોવા મળી આવે છે . દાહોદમાં એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. જેમાં પત્નીને તેડવા માટે સાસરીમાં ગયેલા જમાઈએ સાસુ-સસરા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જમાઈએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા સાસુ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે જમાઈ સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
વિગતો મુજબ દાહોદ જિલ્લામાં આવેલા પીપલેટમાં ગઈકાલે સાંજે જમાઈ પોતાની પત્નીને લેવા માટે સાસરીમાં પહોંચ્યો હતો. જોકે સાસુ-સસરાએ પોતાની દીકરીને ન મકલવાનું જણાવતા જ જમાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને ધારિયા વડે બંને પર હુમલો કરી દીધો હતો.
આ હુમલાની ઘટનામાં સાસુને ઈજા પહોંચતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે આ મામલે ચાકલીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે હવે પોલીસે સાસુની હત્યા કરનારા જમાઈ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.