છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી જીતવા માટે મફતની રેવડી વહેંચવાનું ચલણ વધ્યું છે. રાજકીય પાર્ટીઓ સત્તા મેળવવા માટે ચૂંટણી ઢંઢેરામાં મોટા વાયદો કરે છે. અને જનતાને મફતની લ્હાણી આપવાના વચનો આપે છે. અને તે વચનો પુરા કરવા માટે સરકારી તિજોરી પર વધારાનો આર્થિક બોજો આવે છે
કર્ણાટકમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા બસમાં મહિલાઓને ફ્રી મુસાફરીની વાત કરવામાં આવી હતી. અને હવે મહિલાઓ ટિકિટ લેવાની ના પડી રહી છે. આવી જ રીતે લાઈટ બિલમાં માફીની વાત કરી હતી. અને લોકો લાઈટનું બિલ નથી ભરી રહ્યા. ચોંટી જીતવા માટે તમે વચનો આપો છો તો તે પછી તમારે પુરા તો કરવા જ પડશે. કારણ કે ભારત એક એવો દેશ છે. જ્યારે દર વર્ષે કોઈ ને કોઈ ચૂંટણી આવતી જ હોય છે. અને એક વાર જો તમે વચન પુરા નહિ કરો તો બીજા રાજ્યમાં કે બીજી ચૂંટણીમાં તેની ચોક્કસથી અસર પડશે. અને આ રીતે મેળવેલી જીત જોઈ અન્ય પાર્ટીઓ પણ મફતની લહંગાની કરી રહી છે. જેનો બોજ આખરે તો જનતાના માથે જ હોય છે.
અમેરિકા જેવો વિકસિત દેશ પણ ડિફોલ્ટ થી શકે છે. આ કથિત સૌથી ધનિક દેશની વાસ્તવિકતા એ છે કે તેનું કુલ દેવું વધીને 31-46 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. તેમાંથી માત્ર છેલ્લા ત્રણ વર્ષમાં $10 ટ્રિલિયનનો વધારો થયો છે. અમેરિકા વ્યાજ ચૂકવવા માટે દરરોજ $1.3 બિલિયન ખર્ચ કરી રહ્યું છે. આપણા દેશમાં ઘણી વખત તમામ વિપક્ષી પાર્ટીઓ સરકારની ટીકા કરવા માટે કથળતી અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરે છે અને કહે છે કે દરેક ભારતીય પર 1.16 લાખ રૂપિયાનું દેવું છે.
આ રીતે જોવા જઈએ તો દરેક અમેરિકનના માથે $94,000નું દેવું છે. જયારે ભારતીયની વાત કરવામાં આવે તો દરેક ભારતીય પર માત્ર 1402 ડૉલરનું દેવું છે જે અમેરિકાની સરખામણીમાં ઘણું ઓછું છે. અમેરિકન ભારતીય કરતાં સિત્તેર ગણો વધુ દેવાદાર છે.
અમેરિકા ખુલ્લું પડી ગયું છે કારણ કે સરકારની લોન લેવાની મર્યાદા પર હાલ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે બિડેન સરકારે નવી લોન લેવા માટે સંસદમાંથી બિલ પાસ કરવું પડશે. પરંતુ સમસ્યા એ છે કે બિડેન ડેમોક્રેટ છે અને રિપબ્લિકન બહુમતીમાં છે જ્યાંથી બિલ પસાર થશે. એકંદરે, બિડેન સરકારે કોઈક ઉકેલ શોધવો પડશે, અન્યથા નવી ચૂકવણી માટે પૈસા નહીં હોય. જો આમ થશે તો ટેકનિકલી અમેરિકાને ડિફોલ્ટ ગણવામાં આવશે.
અને અમેરિકાની આ પરિસ્થિતિની અસર સમગ્ર વિશ્વ પર પડવાની છે અને જો આપણે કહીએ કે જો અમેરિકા ડિફોલ્ટ થશે તો તે આખી દુનિયા માટે વિનાશક સાબિત થઇ શકે છે. પરંતુ ભારત માટે ખાસ ચિંતાનો વિષય છે કારણ કે તમામ રાજકીય પક્ષો આર્થિક શિસ્તને અંકુશમાં રાખીને ઘણી બધી વસ્તુઓ મફતમાં આપવાના વચનો આપી રહ્યા છે.
ખર્ચ કરવા માટે આવક વધારવી પડે અને આવક ન વધારવી હોય તો લોન લેવી પડે અને લોન લેવા માટે કોઈ કાયદો અને વ્યવસ્થા નથી. અને જો આવક વધારવા માટે ટેક્સ લાદવામાં આવે કે અન્ય પગલાં લેવામાં આવે તો તેનો બોજ જનતા પર જ પડશે, એનો અર્થ એ થાય કે એક હાથે આપવામાં આવે છે અને બીજા હાથે પાછું લેવામાં આવે છે, કારણ કે હવે જનતા પણ સમજદાર થઇ ગઈ છે.
અમેરિકામાં જાતિ, જ્ઞાતિ, ઉંચી-નીચ, હિંદુ મુસ્લિમ, મંદિર મસ્જિદ જેવા મુદ્દા ઉપર રાજકારણ નથી થતું. જયારે આપણા અહીં તો ચૂંટણીઓ જાતિવાદ, હિન્દૂ-મુસ્લિમ, મંદિર મસ્જિદ અને કિયા પાર્ટી કેટલું મફત આપશે તે જ ચૂંટણીના મુખ્ય મુદ્દા હોય છે. વિકારની વાત તો ચૂંટણીનો મુદ્દો કયારે બનતો જ નથી. જયારે આર્થિક તંગીનો અહેસાસ થાય છે ત્યારે પણ પક્ષો એકબીજાને દોષ આપવામાંથી ઊંચા નથી આવતા. સરકાર ક્યારે પોતાના ખર્ચ પર કાપ મુકવાની વાત નથી કરતી. બસ ટેક્સ વધારે રાખો.
રાજકીય પક્ષોને તિજોરી ખાલી થઇ જાય તેની પરવા નથી, વોટબેંક ન ખસવી જોઈએ. જો સત્તા અકબંધ રહેશે તો આપણે શક્તિશાળી રહીશું અને જો સત્તા હશે તો બધું જ છે. શાસક પક્ષના લોકલાડીલા વચનો પાછળ થતા ખર્ચ પર કોઈ સવાલ નથી, બલ્કે જનતાને કહેવામાં આવી રહ્યું છે કે અમને વોટ આપો, અમે તમને મફતની લ્હાણી કરીશું.
મોરબી માં એપાર્ટમેન્ટ ઉપર નો ટેલીફોન નો ટાવર ધરાશાયી થયો!
સ્માર્ટ સીટી બનાવવામાં સરકારી જમીનોના હાથ ધરાયેલ સર્ચ અભિયાનમાં…
Biparjoy cycloneનો સામનો કરવા માટે સુરક્ષા દળો તૈયાર, જાણો કેવી છે એરફોર્સ અને નેવીની તૈયારી
Biparjoy cyclone: ઘરનો સામાન ત્યાં જ છોડી આવ્યા, ખબર નથી કે આ તોફાન પછી શું બચશે અને શું મળશે’
Biparjoy cyclon ટૂંક સમયમાં ટકરાશે કચ્છના દરિયા કિનારે, 7 જિલ્લામાં રેડ એલર્ટ
શું રોહિત શર્માની જગ્યાએ બીજાને કેપ્ટ્ન બનાવવાથી સમીકરણો બદલાઈ જશે..?
આધુનિક ટ્રેન નહીં પરંતુ સલામત મુસાફરીની જરૂર …
અહીં ધાર્મિક વિધિના નામ પર યુવતીઓ અને મહિલાઓ સાથે થાય છે બળજબરી સેક્સ, જાણો કોણ છે હાયના
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?